હોળી ગેરિયા પ્રથા હજુ પણ યથાવત

February 28th, 2018 આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લા માં પરંપરાગત રીતે હોળી ધુળેટી માં નીકળતા ગેરિયા ની પ્રથા હજુ યથાવત જોવા મળે છે પરંતુ દર વર્ષે તેના પ્રમાણ માં ઘટાડો જોવા મળતો હોય છે કેમ કે હાલ ઈન્ટરનેટ મોબાઇલ ના ઝડપી યુગ માં વિજ્ઞાન પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે છે ત્યારે કેટલીક અંધશ્રદ્ધા કે ધાર્મિક રીતરિવાજો પણ ઘણા ખરા અંશે ઓછા જોવા મળતા હોય છે પરંતુ નર્મદા જિલ્લા ના અંતરિયાળ ગામોમાં રેહતા આદિવાસી લોકો માં અમુક પ્રથા હજુ અકબંધ છે જેમાં ગેર પ્રથા પણ જોવા મળે છે ત્યારે દુરદુર ના ગામો માંથી આવતા પુરુસો મહિલા નો વેશ

ધારણ કરી રાજપીપલા જેવા શહેરો માં હાથે પગે ઘૂઘરા અને આંખે કાલા ચશ્મા પેહરી નાચ ગાન કરી લોકોનું મનોરંજન કરતા જોવા મળતા હોય છે,એક મંડળી માં ઢોલ નગારાં લઈ ફરતા આ ગેરિયા ને જોવા બાળકોમાં ખુબ ઉત્સાહ અને મનોરંજન હોય છે જેમાં ખાશ પુરુષ મહિલા ના વેશ માં હાથ માં છત્રી સાથે નાચતા હોય એ આ મંડળી ની ખાશ વિશેષતા હોય છે .