૧૦મી સુધીમાં આ જગ્યાઓ ભરીને તેની વિગતો યુજીસીએ તૈયાર કરેલા પોર્ટલમાં અપલોડ કરવા આદેશ

અમદાવાદ ,તા: 23   ૧૦મી સુધીમાં આ જગ્યાઓ ભરીને તેની વિગતો યુજીસીએ તૈયાર કરેલા પોર્ટલમાં અપલોડ કરવા આદેશ : આ પ્રમાણે કાર્યવાહી ન કરનારી યુનિવર્સિટી અને કોલેજો સામે પગલાં લેવાની ચીમકી : આ તમામ જગ્યાઓ યુજીસીના ધારાધોરણો પ્રમાણે જ ભરવાની પણ તાકીદ

યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા તાજેતરમાં દરેક યુનિવર્સિટીઓ અને કોલેજોને એક પરિપત્ર મોકલીને જુદી જુદી ફેકલ્ટીઓમાં ખાલી પડેલી જગ્યા ૧૦મી નવેમ્બર સુધીમાં ભરીને તેની વિગતો યુજીસીની વેબસાઇટ પર અપલોડ કરવા તાકીદ કરવામા આવી છે. જો તારીખ સુધીમાં કોલેજો ને યુનિવર્સિટી દ્વારા આ પ્રકારની કામગીરી કરવામા ન આવે તો તેન સામે દંડનાત્મક કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન છેલ્લા કેટલાય વખતથી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકો સહિતની જુદી જુદી જગ્યાઓ વહેતી તકે ભરી દેવા સૂચનનાઓ આપી રહી છે. વારંવારની સૂચના છતાં કેટલીક કોલેજો અને યુનિવર્સિટી દ્વારા આ જગ્યાઓ ભરવા માટે હજુસુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પ્રકારની પરિસ્થિતિનાક કારણે તા.૨૨મી ઓક્ટોબરના રોજ યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા ફરીવાર દરેક યુનિવર્સિટીઓ અને કોલેજોને નવેસરથી પરિપત્ર મોકલીને યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજમાં ખાલી પડેલી બેઠકો વહેલીતકે ભરી દેવા આદેશ કરવામાં આવ્યો છે. યુજીસીએ પરિપત્રમાં એવી તાકીદ પણ કરી છે કે, અધ્યાપકોની ખાલી જગ્યાઓના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. આ પરિપત્રમાં યુજીસીએ એવી સ્પષ્ટતાં દરેક કોલેજો અને યુનિવર્સિટીએ પોતાને ત્યાં ખાલી પડેલી જગ્યાઓ ભરીને તે અંગેનો સ્ટેટસ રિપોર્ટ આગામી તા.૧૦મી નવેમ્બર અથવા તો તે પહેલા યુજીસીની વેબસાઇટ પર અલગ બનાવવામાં આવેલા પોર્ટલમાં મુકવાનો રહેશે. જે કોલેજો અ‌થવા તો યુનિવર્સિટીઓ ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં બેદરકારી દાખવશે તેની સામે પગલાં લેવાની ચીમકી પણ આપવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ કે યુજીસીએ આ તમામ જગ્યાઓ યુજીસીના ધારાધોરણો પ્રમઆણે ભરવાની સૂચના આપવામા આવી છે. રાજયમાં જુદી જુદી યુનિવર્સિટીઓમાં ખાલી પડેલી જગ્યાઓ યુજીસીના ધારાધોરણ પ્રમાણે ભરવી કે સરકારના તે મુદ્દે છેલ્લા કેટલાય સમયથી ભારે વિવાદ ચાલી રહ્યો છે. હવે યુજીસીએ પણ આ જગ્યાઓ યુજીસીના ધારાધોરણ પ્રમાણે જ ભરવાનો આદેશ કરતાં આગામી દિવસોમાં સરકાર અને અધ્યાપક, આચાર્યમંડળો કેવુ વલણ અપનાવે છે તેના પર ભરતી પ્રક્રિયાઓનો આધાર રહેશે.

Read More
Bottom ad