સરકારે કોમન GDCR, ‘રેરા’ નિયમો સરળીકરણ, GST, ઓનલાઇન NA, પાર્કિંગ, માર્જિન અને FSIની કોમન ફેસેલીટીઝ પર GDCRમાં ઝોક આપ્યો છે.
રાજ્યમાં પ૦ ટકા શહેરી વસ્તી શહેરોમાં સુવ્યવસ્થિત અને આયોજનબધ્ધ વિકાસ માટે આ સરકારે ટાઉન પ્લાનીંગ અને ડેવલપમેન્ટ પ્લાનમાં પારદર્શીતા સાથે ર૦૧૮ના એક જ વર્ષમાં ૧૦૦ ટી.પી સ્કીમ મંજૂર કરી છે. આ વર્ષ દરમ્યાન ૧૦ શહેરોનો ડેવલપમેન્ટ પ્લાન-વિકાસ નકશા સરકારે મંજૂર કર્યા છે.
ગાહેડ-ક્રેડાઇના પ્રમુખ આશિષ પટેલે જણાવ્યું હતું કે, રિયલ એસ્ટેટ પર ર૬૬ જેટલી અન્ય ઇન્ડસ્ટ્રીઝ નિર્ભર છે
ત્યારે આ ક્ષેત્રનું મહત્વ આપોઆપ વધી જાય છે. આ માટે ગાહેડ વિઝન-ર૦૩૦ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.
રાજ્યના સુનિયોજીત વિકાસમાં સહભાગી થવાના ઉદ્દેશથી ગાહેડની સ્થાપના કરાઇ હતી. રાજ્યમાં એન.એ.ની પ્રક્રિયા સરળ બનાવી છે તે સાચા અર્થમાં ઉપયોગી પુરવાર થઇ છે, એમ ઉમેર્યુ હતું.