સીધી ભરતીથી નિમણૂંક પામેલા ૧૦૮ પોલીસ ઇન્સ્પેક્ટરોને નિમણૂંકના આદેશો કરાયા છે. પોલીસ વિભાગમાં પણ વિવિધ સંવર્ગોમાં યુવાનોને સીધી ભરતીથી નિમણૂંકો આપી છે. આજે આ નિમણૂંકો પણ સીધી ભરતીથી કરાઇ છે. જેમાં બિન અનામત સામાન્ય વર્ગ, સામાન્ય શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ વર્ગ, અનુસૂચિત જન જાતિ વર્ગ એમ તમામ વર્ગમાં પુરૂષ તથા મહિલા ઉમેદવારોની પસંદગી કરીને તેઓને નિમણૂંકના હુકમો કરવામાં આવ્યા છે.