[:gj]બનાસ ડેરીને ખોરાક સલામતીનો પુરસ્કાર અપાયો [:]

[:gj]બનાસ ડેરીને ફૂડ સેફટી માટે પસંદગી કરવામાં આવતા ભારત સરકારે ફૂડ સેફટી એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે ભારત સરકારની સંયુક્ત ઉપક્રમે ફૂડ સેફ્‌ટી, ગુણવત્તા અને નિયમનકારીની સમિટ યોજાઇ હતી. સમિટમાં દેશની ૧૮૦૦ જેટલા ઉદ્યોગ જગતની સંસ્થાઓ હાજર હતી. એવોર્ડ જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોની અથાગ મહેનત અને કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીરીનું પરિણામ છે અને આવનાર સમયમાં પણ દેશ અને દુનિયાને શ્રેષ્ઠ ગુણવત્તા વાળા દૂધ ઉત્પાદનો પુરા પાડવા પ્રતિબદ્ધ છીએ. એશિયામાં શ્રેષ્ઠ કહેવાતી બનાસ ડેરીએ પોતાની શ્રેષ્ઠતા અકબંધ રાખી છે. બનાસ ડેરીએ પાછલા ચાર વર્ષમાં ગુણવત્તાયુકત દૂધ ઉત્પાદનને કારણે સમગ્ર દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.[:]