૧૮ જુલાઈએ કાંકરીયા તળાવ મોડીરાત સુધી ખુલ્લું રહેશે, 2 લાખ લોકો આવશે

અમદાવાદ – કૃત્રિમ તળાવ “કુતુબ-હૌજ” અથવા “હૌજ-એ-કુતુબ”ના કાંઠે રાઈડ દુર્ઘટના બની ત્યારે કાંકરીયા બંધ કરી દેવામાં આવ્યું હતું. આગામી ૧૮ જુલાઈના રોજ જયાપાર્વતીના વ્રતનું જાગરણ હોવાથી કાંકરીયા લેકફ્રન્ટ પરિસર રાત્રિના આઠથી ત્રણ સુધી ખુલ્લો રાખવામાં આવશે. આ સમય દરમિયાન માત્ર બાલિકાઓ અને મહીલાઓને પ્રવેશ વિનામુલ્યે આપવામાં આવશે. કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષક સ્થળ છે. જ્યાં ફરવા અને ખાણીપીણી માટે લોકો આવે છે. વર્ષના બારે મહિના લોકો સાંજના સમયથી મોડી રાત્રી સુધી અહીં ફરવા આવે છે.

હવે ફરીથી એક જ દિવસમાં 2 લાખ લોકો આવે એવી શક્યતા છે.

31 હેક્ટરના 560 મીટર લાંબા કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણીનગર વિસ્તારમાં આવેલું છે. આ તળાવનો પરિઘ આશરે ૨.૫ કિલોમીટર છે. કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ નગીના વાડી છે. તળાવના એક છેડેથી એનો પ્રવેશ બાંધેલો છે જે તળાવના મધ્ય સુધી લઇ જાય છે. અહીં અંદર લોકો બહું ઓછા જાય છે. 64 હેક્ટરના કાંઠા વિસ્તારને પ્રવાસીઓ વધુ પસંદ કરે છે. જેના કિનારાની લંબાઈ 2.25 કિ.મી. છે. જેને ફરતી ચક્કર પણ અનેક કુટુંબો લગાવે છે.

કાંકરિયા તળાવ સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ બીજાએ ૧૫મી સદીમાં બંધાવેલું જેનું બાંધકામ ૧૪૫૧માં પૂર્ણ થયું હતું અને તે સમયે તે “કુતુબ-હૌજ” અથવા “હૌજ-એ-કુતુબ” નામે જાણીતું હતું. તે મુખયત્વે રાજા પોતાના સ્નાનાર્થે ઉપયોગ કરતા હતા. પાણીના શુદ્ધિકરણ માટે વ્યવસ્થા હતી, ૧૭૮૧માં નગીનાવાડી સુધીનો પુલ, ઘટ્ટામહલ નામની ઈમારત અને કિનારાનાં ચણેલા ભાગો નાશ પામ્યા હતા. ૧૮૭૨માં કલેક્ટર બોરાડેઇલે સમારકામ કરાવ્યું હતું. એ જ અરસામાં (૧૮૭૨માં) રાયપુર દરવાજાથી તળાવ સુધીનો ૬૬૦૦ ફીટની લંબાઇ ધરાવતો રસ્તો પણ બનાવવામાં આવ્યો હતો.