સલામત અને શાંત રાજ્યની વાહવાહી લુંટતા ભાજપના રાજમાં ગુજરાતમાં બે વર્ષમાં થયેલ ૧૨૭૫૮
આત્મહત્યા, ૨૨૧૧-ખૂન અને ૨૨૧૫ ખૂનની કોશિષના આંકડાઓ મુજબ રોજ ૧૮ નાગરિકો આત્મહત્યા કરે છે,
રોજ ૩ કરતાં વધુ ખૂન થાય છે અને ૩ કરતાં વધુ ખૂનની કોશિષ થાય છે. ત્યારે ભ્રષ્ટાચાર એ.પી.સેન્ટર ગૃહ વિભાગ
અને ભાજપ સરકારની સલામત ગુજરાતની ગુલબાંગોના પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય
પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, બાળકો ગુમ થવાના આંકડાઓ રાજ્ય સરકારના ગૃહ વિભાગની નિષ્ક્રિયતા
અને નિષ્ફળતા છતી કરે છે. જે રીતે આંકડા બહાર આવ્યા છે તેમાં ખાસ કરીને કેટલી છે તે તપાસનો વિષય છે. માનવ
તસ્કરી રોકવા રાજ્ય સરકાર સક્રિયતા દાખવે તે અત્યંત જરૂરી છે. તા.૨૭/૦૨/૨૦૧૮ ના રોજ આપેલ જવાબો
મુજબ છેલ્લાં બે વર્ષમાં ગુમ થયેલ બાળકોની સંખ્યા ૪૯૮૯ છે, જ્યારે તા.૦૭/૦૩/૨૦૧૮ ના રોજ આપેલ
જવાબો મુજબ ગુમ થયેલ બાળકોની સંખ્યા ૪૯૫૧ છે. માનનીય ગૃહ મંત્રીશ્રીએ વિધાનસભામાં આપેલ જવાબોમાં
ખેડા, ગીર-સોમનાથ અને ભાવનગર જીલ્લામાં ગુમ થયેલ બાળકોના આંકડામાં તફાવત છે. બાળકો ગુમ થવાના
આંકડાઓ રાજ્ય સરકારના ગૃહ વિભાગની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા છતી કરે છે. જે રીતે આંકડા બહાર આવ્યા છે
તેમાં ખાસ કરીને દીકરીઓ કેટલી છે તે તપાસનો વિષય છે. માનવ તસ્કરી રોકવા રાજ્ય સરકાર સક્રિયતા દાખવે તે
અત્યંત જરૂરી છે. છેલ્લાં બે વર્ષમાં ગુમ થયેલ ૪૮૦૦ બાળકો પૈકી પોલીસ તંત્ર હજુ સુત્રી ૧૧૫૦ બાળકોની ભાળ
મેળવી શક્યું નથી. મહિલાઓ ગુમ થવાના આંકડાઓ રાજ્ય સરકારના ગૃહ વિભાગની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા છતી
કરે છે. મહિલાઓને સલામતી આપવાની અને ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ નું સૂત્ર આપનાર ભાજપ પક્ષ
મહિલાઓની કે બાળકીઓની સલામતીની ચિંતા કરતી નથી. સરકારી ખર્ચે માત્રને માત્ર મહિલા સંમેલનો યોજવા અને
સૂત્ર આપવામાં શૂરી ભાજપ સરકારના રાજમાં વાસ્તવિકતા છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એકદમ કથળી ગયેલ છે. ખૂન, લૂંટ અને ઘાડના બનાવો વધતા
ગયા છે. વેપારીની ધોળે દિવસે હત્યા અને લૂંટ થાય છે, બહેન-દિકરીઓના અછોડા તૂટવાની બાબત રોજીંદી બની ગઈ
છે. ધાર્મિક સ્થળો પણ સુરક્ષિત નથી. મંદિરમાંથી ભગવાનની મૂર્તિઓ લૂંટાય છે. સુરત, રાજકોટ, અમદાવાદ,
વડોદરામાં છેલ્લાં ૧૨ મહિનામાં ૮૦ થી વધુ હત્યા-ખૂનની ઘટના અને ૧૦૦ થી વધુ દુષ્કર્મોની ઘટનાથી સલામત
દાવાનો પરપોટો ફૂટી ગયો છે. જયારે ગૃહ વિભાગની જવાબદારી સંભાળતા રાજ્યના મુખ્યમંત્રીશ્રીના જવાબની માંગ
કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આર્થિક ગુન્હાખોરી
આસમાને, છેલ્લાં ૧૫ વર્ષમાં પોંજી સ્કીમમાં ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના પરિવારોએ ૧ લાખ કરોડ ગુમાવ્યા છે.
રાજ્યમાં ખૂન, ખૂનનો પ્રયત્ન જીવલેણ હૂમલા, બળાત્કાર અને અપહરણ અને ગોંધી રાખવા જેવા મોટા ગુનાઓ જે
૨૦૦૧ માં ૩૧૪૧ નોંધાયા હતા, તે ૨૦૧૭ માં વધીને ૪૯૫૧ થયા. વર્ષ ૨૦૦૧ માં મહિલાઓ પર બળાત્કારના
૨૮૬ બનાવો બન્યા હતા, જે ૨૦૧૭ માં વધીને ૬૯૦ થયા. મહિલાઓ અને છોકરીઓના અપહરણ અને ગોંધી
રાખવાના બનાવો 2001 માં ૮૫૭ હતા, જે ૨૦૧૭ માં વધીને ૧૯૭૦ થયા, મહિલાઓના તેમના પતિ અને તેના
સગાસંબધીઓ દ્વારા થતી હેરા હેરાનગતિના બનાવો ૨૦૦૧ માં ૩૭૭૮ હતા, જે વધીને ૨૦૧૭ માં ૮૭૫૧ થયા,
મહિલાઓ સંબંધી કુલ ગુનાઓ જે ૨૦૦૧ માં ૫૮૦૫ હતા, જે વધીને ૨૦૧૭ માં ૧૧૪૧૧ થયા છે. રાજ્યની એક
નંબરની જેલમાંથી ભાગી છુટવા માટે કેદીઓ ૨૦૦ ફુટ લાંબી સુરંગો ખોદે છે અને તંત્રને ગંધ પણ આવતી નથી. રાજ્યના મંત્રીમંડળના કેટલાક સભ્યો ખનીજ ચોરી અને ફીશીંગ કોન્ટ્રાક્ટના કૌભાંડ આચરે છે, ટ્રાયલ કોર્ટ સજા કરે છે
અથવા હાઈકોર્ટ FIR દાખલ કરવાના હુકમો કરે છે, છતાં આવા મંત્રીમંડળના સભ્યો મંત્રીમંડળમાં ચાલુ રહે છે અને
તેઓને ગુનાઓ આચરવાની છૂટ આપવામાં આવે છે.