ગુજરાતે દેશભરમાં સૌથી વધુ રોજગારી ઘરઆંગણે યુવાધનને આપી છે.
અન્ય રાજ્યોના યુવાઓ પણ રોજગાર મેળવવા ગુજરાત આવે છે. એટલું જ નહિ, ગયા ૧ વર્ષમાં ૧ લાખ
યુવાનોને પારદર્શી અને ભ્રષ્ટાચાર રહિત પધ્ધતિ એ સરકારી સેવામાં જોડાવાના અવસર આપ્યા છે.
ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને પપ ટકા વસ્તી ૧૮ થી ૪૦ વર્ષની વયની છે. ભારત સરકારની એપ્રેન્ટીસશીપ યોજનામાં કુલ સાડા ચાર લાખ યુવાનોમાં ૭પ હજાર યુવાનો ગુજરાતના છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
દક્ષિણ ગુજરાતમાં વર્ષ દરમિયાન ૧૧ હજાર ઉપરાંત યુવકોને એપ્રેન્ટીસશીપ હેઠળ
કરારબધ્ધ કરવામાં આવ્યા છે. જયારે સુરત જિલ્લામાં વર્ષ દરમિયાન ૪૦ ભરતી મેળાઓ યોજીને ૨૭૯૦૦
ઉપરાંત યુવકોની પસંદગી કરવામાં આવી છે.
વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું.