રૂ. ૨૫.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત સ્પોર્ટસ સંકુલ અને મલ્ટિપર્પઝ ઇન્ડોર હોલનું લોકાર્પણ કર્યુ હતું. ભાવનગરના રમત ગમત ક્ષેત્રમાં નામાંકિત ખેલાડીઓ કિરીટભાઇ ઓઝા, અશોક પટેલ, પથિક મહેતા, હરપાલસિંહ વાઘેલાને આ અવસરે યાદ કરી ખેલકૂદમાં તેમણે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી. વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે ૩૦ રાજ્યોના ૯૩૦ જેટલા ખેલાડીઓ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ રહ્યા છે. ગુજરાતમાં અને ખાસ કરીને ભાવનગરમાં બાસ્કેટબોલની રાષ્ટ્રીય કક્ષાની રમત યોજાઇ રહી છે.
રાજ્યમાં ખેલકુદની ચાલુ વર્ષે ૯૫૨ ઇવેન્ટમાં ૩૫ લાખ લોકોએ ભાગ લીધો છે. વિવિધ રમતમાં વિજેતા ખેલાડીઓને રૂ. ૪૦ કરોડની ઇનામી રકમ ચાલુ વર્ષે આપવામાં આવી છે. ખેલ મહાકુંભનુ આયોજન ગુજરાતમાં વર્ષ ૨૦૧૦થી
કરવામાં આવે છે. ૪૨ લાખ ખેલાડીઓએ આ ખેલ માટે નોંધણી કરાવી હતી. જેમાથી ૩૮ લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો.