૪૦૦ મીટર ફ્રી  સ્ટાઇલ નવા વિક્રમ સાથે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતી તરણવીર આર્યન નહેરા

રાજકોટમાં પાંચ દિવસીય ૩૬મી  ગ્લેનમાર્ક સબ જુનિયર-૪૬મી જુનિયર એકવેટિક ચેમ્પિયનશિપ-૨૦૧૯નું સમાપન થયું તેમાં  ૪૦૦ મીટર ફ્રી  સ્ટાઇલ સ્પર્ધામાં નવા વિક્રમ સાથે વિજેતા થનાર રાષ્ટ્રીય કક્ષાના ગુજરાતી તરણવીર આર્યન નહેરા છે. ૩૨ રાજયોના ૧૨૦૦થી વધુ  સ્વિમર્સ-કોચ-મેનેજર્સની સ્પર્ધામાં હતા.

રાજકોટ ખાતે ૩૬મી ગ્લેનમાર્ક સબ જુનીયર અને ૪૬ મી જુનીયર એકવાટિક ચેમ્પીયનશીપ-૨૦૧૯નું સમાપન કરાવતાં સ્પોર્ટસમેન સ્પીરીટની કવોલિટી વ્યકતિગત અને સામુહિક જીવનમાં કેળવી રાષ્ટ્રભાવનું આહવાન કર્યુ છે. રમત-ગમતમાં હારજીતથી ઉપર ઉઠીને સહભાગી થઇ વ્યક્તિગત અને સમુહજીવનમાં ખેલદિલીના ગુણો જ એક સારા નાગરિક તરીકે
તમારૂં ઘડતર કરશે.

રાજકોટે રાષ્ટ્રીય સ્પર્ધાના ત્રણ વાર યજમાન બનવાનું ગૌરવ મળ્યુ છે. તેનો હર્ષ વ્ય્કત કરતાં ૩૨ રાજયોના ૧૨૦૦ સ્પર્ધકો સહીત સૌને મહાત્મા ગાંધીની ભૂમિ પર આવકાર્ય હતા. પાંચ દિવસીય સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓનો દબદબો રહયો
છે. આ સ્પર્ધામાં રાજયના ૨૦ બોયઝ અને ૧૭ ગર્લ્સ મળી ૩૭ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

આ ખેલાડીઓએ ૬ ગોલ્ડ, ૫ સિલ્વર અને ૫ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. આર્યન નહેરાએ ૪૦૦ મીટર ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ મેડલ મેળવીને નવો કિર્તીમાન પ્રસ્થાપિત કર્યો છે. ખેલમહાકુંભમાં ૨૦૧૮માં ૩૫ લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો, જેમાંથી ૨૪ હજાર તો માત્ર સ્વીમીંગના ખેલાડીઓ હતા. દરેક તાલુકામાં ‘‘ઇન સ્કુલ’’ યોજના શરૂ
કરી છે.

‘‘શક્તિદૂત’’ યોજના અન્વયે રાજયમાં ૭૫ ખેલાડીઓને ૪ કરોડ ૧૫ લાખની રાશિ અપાઇ છે. ૧૫ સ્વીમર્સને ૨૫ લાખ રૂપિયા અપાયા છે. ૬ ખેલાડીઓ એશિયન ગેમ્સ-૨૦૧૮માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકયા છે. પાછલા ત્રણ વર્ષમાં નેશનલ સ્કુલ ગેમ્સ, સ્વીમીંગ ફેડરેશનની સ્પર્ધાઓ વગેરેમાં રાજયના ખેલાડીઓએ ૨૨ ગોલ્ડ, ૧૭ સિલ્વર, ૨૧ બ્રોન્ઝ મેડલ મેળવેલા છે.

રાજકોટના સરદાર વલ્લભભાઇ પટેલ સ્વિમિંગ પુલ ખાતે યોજાયેલી ૩૬મી ગ્લેનમાર્ક સબ જુનીયર અને ૪૬ મી જુનીયર એકવાટિક ચેમ્પીયનશીપ-૨૦૧૯ના સમાપન થયું હતું. સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને રાજકોટ મહાનગરપાલિકા  દ્વારા આયોજિત સ્પર્ધ હતી. સ્વિમીંગ ફેડરેશન ઓફ ઇન્ડીયાના જનરલ  સેક્રટરી મોનલ ચોકસી હાજર હતા.