રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 28 સ્પર્ધાત્મક પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. એવો આરોપ સરકાર પર છે. જેમાં 23 રદ નથી થઈ, 5 પરીક્ષા રદ થઈ નથી. સામાન્ય ભરતીમાં એક પરીક્ષામાં 13 લાખ યુવાનોએ પરીક્ષા આપી હતી. 10 વર્ષમાં આવી કૂલ 12 પરીક્ષા હતી જેમાં 10 લાખથી વધું લોકોએ નોકરી માંગી હોય. એમ સૂત્ર કહી રહ્યાં છે.
બેકાર યુવાનોને નોકરી આપવા 10 વર્ષમાં 45 પરીક્ષા મળીને કૂલ મળીને 1.10 કરોડથી 1.25 કરોડ અરજી થઈ હોવાનું સૂત્ર કરે છે. તેની સામે સરકારે દાવો કર્યો હતો કે, છેલ્લા 10 વર્ષમાં 2.25 લાખથી વધુ યુવાનોને સરકારી નોકરી આપી છે.
રેવન્યુ તલાટી માટેની પરીક્ષા, લોકરક્ષક દળ પરીક્ષામાં પેપર ફૂટવાની ઘટના બની હતી. તમામ પરીક્ષાઓ પુનઃ યોજીને નિમણૂંકો પણ આપી દેવાઇ છે.
બિન સચિવાલય કારકુનની પરીક્ષા પેપર લીક થયું હતું. SIT દ્વારા તપાસ કરી પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આગામી સમયમાં આ પરીક્ષા યોજાનાર છે.
વર્ષ 2014 થી 2019માં રેવન્યુ તલાટી, ટાટ-2, મોટર વાહન નિરીક્ષક, વડોદરા મહાનગર પાલિકા કારકુન પરીક્ષા, મહીસાગર જિલ્લા તલાટી પરીક્ષા, ટાટ-1, 2, ડેપ્યુટી ચીટનીશ, સ્ટાફ નર્સ, ગ્રામ સેવક, એસ.ટી. કન્ડક્ટર, પશુધન નિરીક્ષક, લોકરક્ષક દળ, AMC ક્લાર્ક, વન રક્ષક, તલાટી ક્લાર્ક, MGVCL, UGVCL સહાયક, બિન સચિવાલય ક્લાર્ક, આઇ.ટી.આઇ. ઇન્સ્ટ્રક્ટર, PGVCL હેલ્પર અને AMC સીવીલ ઇજનેર જેવી ભરતીઓની પરીક્ષાઓ રદ્દ હોવાનો આરોપ વિજય રૂપાણીની સરકાર પર છે.
સરકારે જાહેર કર્યું હતું કે, ટાટ-2ની પરીક્ષા લેવાઇ નથી, મોટર વાહન નિરક્ષકની વર્ષ 2017માં યોજાયેલ પરીક્ષાના અનુસંધાને તમામ ઉમેદવારોને માર્ચ-2019માં નિમણૂંકો આપી દેવાઇ છે. , વડોદરા મ્યુ. કોર્પોરેશન ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવી નથી. જ્યારે મહીસાગર જિલ્લા તલાટીની પરીક્ષામાં પણ કોઇ ગેરરીતિ નથી થઈ. પંચાયત ચીટનીશ, તલાટી ક્લાર્ક, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન ક્લાર્ક – સિવીલ ઇજનેરની પરીક્ષામાં ગેરરીતિની કોઇ બાબત બની નથી.
સ્ટાફ નર્સની પરીક્ષા પણ રદ્દ કરવા અંગે 2017માં 201 વિકલાંગ ઉમેદવારોની ભરતી અંગેની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. ST કન્ડક્ટરની પરીક્ષા પણ રદ્દ કરાઇ નથી, જ્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાયેલ પશુધન નિરીક્ષકની પરીક્ષા રદ્દ કરાઇ નથી. વનરક્ષકની પરીક્ષા પણ રદ્દ કરવામાં આવી નથી.
આર્થિક રીતે નબળા વર્ગના જિલ્લાકક્ષાના રોસ્ટર ક્રમાંક નિયત કરવામાં આવતા નવા રોસ્ટર મુજબ 1109 જગ્યાના માંગણાપત્રક સાથેની દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. MGVCL સહાયકની જગ્યા ભરવા અંગે લેવાયેલી પરીક્ષા રદ્દ કરવામાં આવી નથી. UGVCL સહાયકની પરીક્ષા સંપૂર્ણ પારદર્શિતાથી ફરી યોજીને ૬૦૨ ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવી છે. ITI ઈન્સ્ટ્રક્ટર સંવર્ગમાં પરીક્ષા રદ નથી થઈ.
વિધાનસભા વિપક્ષના નેતા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી એવી માંગ કરી છેકે,છેલ્લા પાંચ વર્ષમાં 28 સ્પર્ધાત્મક પરીક્ષા ગેરરીતી,કોર્ટ મેટર સહિતના મુદ્દે રદ થઇ છે ત્યારે આ બધાય મામલે સરકારે જવાબદારો વિરૂધ્ધ શું કાર્યવાહી કરી તે અંગે રાજ્ય સરકાર શિક્ષિત યુવાઓને જવાબ આપે.