ઊંઝાના ભાજપના કેટલાંક નેતાઓ જ્યારે પણ પોલીસને વેરા ચોરી અંગે જાણ કરતાં હતા ત્યારે તે ટ્રક પકડવાના બદલે છોડી મૂકવામાં આવતી હતી. ત્યારે વેપારીઓને શંકા જવા લાગી હતી કે ટ્રકમાં બોગસ બિલીંગ અંગે ગુનેગારોને પકડવાના બદલે તેને છોડી મૂકવામાં કોઈક સંડોવાયેલા છે. જ્યારે આ અંગે તપાસ કરવામાં આવી ત્યારે બે ચૌધરી ભાઈઓ આવી ટ્રકોને છોડાવવા માટે કામ કરતાં હતા. એક ભાઈ પોલીસ અધિકારી છે અને એક ભાઈ વેચાણ વેરા ભવનમાં કામ કરે છે.
જ્યારે ટ્રક પકડાયો હોવાની જાણ વેચાણવેરા વિભાગને થતી ત્યારે તે ટ્રક થોડી વારમાં પોલીસ છોડાવી લેતી હતી. એક ટ્રક છોડાવવા માટે રૂ.10થી 25 લાખ સુધીનો તોડ કરવામાં આવતો હતો. આવી અનેક ટ્રકો છોડી દેવા માટે આ ચૌધરી ગેંગ કામ કરતી હોવાની ગંધ GSTને આવી ન હતી. એક અંદાજ પ્રમાણે આ ચૌધરી ગેંગ દ્વારા 30થી 35 ટ્રકો છોડાવીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને રૂ.1000 કરોડનું નુકસાન કર્યું છે.
માત્ર ઊંઝા જ નહીં પણ વેચાણવેરા વિભાગના ચૌધરી ડ્રાઈવર દ્વારા વિભાગની અંદરની વિગતો જાણી લેતો હતો અને તે તેના પોલીસ ખાતામાં નોકરી કરતા ભાઈને આપતો હતો. જેમાં અનેક વેપારીઓના તોડ કરવામાં આવ્યા છે. તેની તપાસ કરવામાં આવે તો મોટી રકમ બહાર આવી શકે તેમ છે.
આમ પોલીસ અને વેરા વિભાગના બે ભાઈઓએ આરીતે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી દીધો છે.