1 કરોડ મહિલાઓ સુધી રજસ્વલા નેપકીન પહોંચાડાયા

ઋતુચક્રમાં દર મહિને આવતી મહિલાઓને માસિક દરમિયાન સ્વચ્છતાં રહે તે માટે 10 કરોડ સેનેટરી નેપકીન 33 લાખથી 1 કરોડ સુધી મહિલાઓ સુધી પહોંચાકવા બદલ કેન્દ્રીય પ્રધાનનું સન્માન કરાયું હતું. ભાજરતમાં 55 કરોડ મહિલાઓ સુધી પહોંચવા માટે એનજીઓ, ડોક્ટર, શાળા અને દાતા એમ ચાર સંસ્થાઓને એક મંચ પર લાવીને દેશવ્યાપી જાગૃતિ કાર્યક્રમ વિચારવામાં આવી રહ્યો છે.

વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે યુનિસેફ તથા અમદાવાદ સ્થિત અમદાવાદ ગ્લોબલ શેપર્સ, સેન્ટર ફોર કમ્યુનિકેશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ તથા એલીક્ઝીર ફાઉન્ડેશન દ્વારા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. મનસુખ માંડવીયાએ પરવડી શકે તેવા, પર્યાવરણને અનુકૂળ સુવિધા સેનેટરી નેપકીનની શરૂઆત કરાવીને માસિક સ્વચ્છતા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે દેશભરમાં 5200 જન ઔષધી કેન્દ્રોના માધ્યમથી એક વર્ષમાં દસ કરોડ સુવિધા સેનેટરી નેપકીનનું વેચાણ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે સેનેટરી નેપકીન સુધી ગામડાની ગરીબ મહિલાઓની પહોંચ બને તે માટે તેઓ સતત પ્રયત્ન ચાલુ રાખશે. જાગૃતિના અભાવે મહિલાઓને વિવિધ રોગોના ભોગ બનવું પડે છે. આથી તેઓ એનજીઓ, ડોક્ટર, શાળા અને દાતા એમ ચાર સંસ્થાઓને એક મંચ પર લાવીને દેશવ્યાપી જાગૃતિ કાર્યક્રમ ચલાવવાનું પણ વિચારી રહ્યા છે.

સુવિધા સેનેટરી નેપકિન શું છે
સુવિધા સેનેટરી નેપકિનની શરૂઆત એક વર્ષ પહેલા કરવામાં આવી હતી. સુવિધા સેનેટરી નેપકિન ‘ઓક્સો  બાયોડિગ્રેડેબલ’ ટેકનોલોજીથી બનેલા છે, જેથી તે પર્યાવરણને અનુકૂળ છે. સુવિધા સેનેટરી નેપકિનનું એક પેકની કિંમત રૂ. 10 છે, જેમાં કુલ ચાર સેનેટરી નેપકીન હોય છે.

માસિક શું છે ?

ટાઈમમાં આવવું એટલે કે માસિક, રજસ્વલા, પીરિયડ્સ, ઈંગ્લીશમાં menstruation – મેન્સીઝ; જેવી કુદરતી પ્રક્રિયામાંથી પસાર થતી કન્યા-યુવતીને મહિનામાં એક વખત પસાર થવું પડે છે. જે સ્ત્રી રજસ્વલા નથી થતી તે માતૃત્વ ધારણ નથી કરી શકતી.

યુવતી કિશોરીમાંથી કન્યામાં પરિવર્તિત ત્યારે જ થાય જયારે તેને માસિક આવવાનું શરૂ થાય. મહિલાનાં શરીરમાં દર મહિને ગર્ભની તૈયારીરૂપે તેના અંડાશયમાં એક બીજ બને છે, જે ફેલોપિયન નલિકામાં થઈને ગર્ભાશયમાં જાય છે. જે બીજ ગર્ભાશયમાં થઈને ગર્ભમુખમાંથી પસાર થઈ વજાઈનામાંથી બહાર નીકળી જાય છે. એ સાથે જ પેલી નાજુક ત્વચા અને લોહીની નળીઓ પણ બહાર નીકળી જાય છે. આ પ્રક્રિયા ચાર-પાંચ-સાત દિવસ ચાલે છે. એને માસિકસ્ત્રાવ (દર મહિને થતો સ્ત્રાવ) કહે છે. જેમાંથી લોહી પડે, ચીકણું પ્રવાહી હોય જેની સાથે ગંધ આવતી હોય છે.

સ્ત્રી અને પૂરૃષનું મિલન 

આ દરમિયાન જો સ્ત્રી અને પુરૃષનું મિલન થાય તો અંડાશય શુક્ર (સ્પર્મ) સાથે તેની મુલાકાત થઈ જાય તો આ બીજ ફ્લિત થાય-ગર્ભ બનીને ગર્ભાશયમાં નવ મહિના રહે છે. ગર્ભના પોષણ માટે ગર્ભાશયમાં લોહીની નળીઓ અને સાવ નાજુક ત્વચાનું પડ બને છે. અંડાશયમાંથી બીજ બહાર પડે કે તરત ગર્ભાશયમાં આ તૈયારી થઈ જાય છે.

માસિક ધર્મમાં ધ્યાન રાખો

માસિક ધર્મ દરમિયાન કોઈ સારા પેડનો ઉપયોગ કરો અને તેને દિવસમાં 3થી 4 વાર બદલો. રક્ત સ્ત્રાવને રોકવા માટે ભીના કપડાનો ઉપયોગ ન કરો. તેનાથી ઈંફેક્શનનો ખતરો રહે છે. આ દિવસોમાં રોજ સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. આ દરમિયાન યૌન સંબંધ બનાવવાથી બચવુ જોઈએ. આનાથી તમારા પાર્ટનરને ઈંફેક્શનનો ભય રહે છે. આ દરમિયાન તમારે દુખાવો ઓછો કરવા એક્સરસાઈઝ કરવી જોઈએ, કસરતથી મસલ્સમાં ઓક્સીઝનની પૂર્તિ વધે છે અને શરીરને આરામ મળે છે. આ દિવસે લોહીનો સ્ત્રાવ થાય છે તેનો મતલબ એ નથી કે તમે આખો દિવસ પથારીમાં પડ્યા રહો. તમે તમારા રોજના નાના-નાના કામ તો કરી શકો છો.

અન્યાય

માસિકની પ્રક્રિયા શરૂં થાય ત્યારથી બંધ થાય ત્યાં સુધીના દિવસોમાં સ્ત્રીની સાથે સમાજમાં આજ સુધી ખરાબ વર્તન કરવામાં આવતું હતું. તેમને ઘરના એક ખુણામાં 8 કે 10 દિવસ સુધી રહેવું પડતું હતું. સ્ત્રીને અન્યાય થયાનો ઝંડો લઈને આંદોલન પર ઉતરી પડતાં મહિલા સંગઠનોએ માસિક અંગે સ્કૂલોમાં તેમજ સાર્વજનિક રીતે  છોકરીઓને માસિક શરૂ થાય તે પહેલાં એ વિશે તમામ જાણકારી આપવાની ચળવળ કરવાની વાત પ્રધાન કરી રહ્યાં છે.

વિજ્ઞાનને અન્યાયમાં ફેરવી નંખાયું 

વિશ્વમાં પીરિયડ્સ અંગે ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. યુરોપ-ભારતમાં તો ઈ.સ.1980-90 સુધી એવી માન્યતા હતી કે રજસ્વલા સ્ત્રી જામને અડકે તો જામ, અથાણા, વાઈન બગડી જાય છે. મેન્સ્ટ્રુએશનમાં છે તેવું બોલાતું નહિ, માસિક  ખાનગી રખાય છે, તેની ચર્ચા થતી નથી. હોમ-હવન, પૂજા-મંદિરથી દૂર રાખે છે. સાહજિક રક્તસ્ત્રાવને સ્ત્રી પોતે જ શરમજનક માનતી થઈ જાય છે. માસિકમાં આવેલી સ્ત્રીને આ દિવસોમાં આરામ મળી રહે એ માટે કદાચ સદીઓ પહેલાંના બુદ્ધિશાળી વડીલોએ આ દિવસોમાં સ્ત્રીને ઘરના બધા કામથી દૂર રાખવા એને અપવિત્ર ઘોષિત કરી હશે. મહિલાને માસિકના દિવસોમાં આરામ આપવાની વાત પણ બરાબર છે. આ દિવસો દરમ્યાન થતાં રક્તસ્ત્રાવને લીધે આવતી શારીરિક કમજોરી, દુખાવા-પીડાને લીધે ઉદભવતો માનસિક ઉદ્વેગ હોય છે.