1.11 લાખ કરોડના એમઓયુમાં 400 કંપનીઓના કામ શરૂ થશે

વાયબ્રન્ટ સમિટની સફળ ફલશ્રુતિ રૂપે જે એમ.ઓ.યુ. થયા છે તેમાંથી ૧ લાખ ૧૧ હજાર કરોડના રોકાણો આ
નાણાંકીય વર્ષ તા. ૩૧ માર્ચ-ર૦૧૯ એ પૂર્ણ થાય તે પહેલાં ખાતમૂર્હત, ઉદઘાટન કે કાર્યારંભના સ્તરે
પહોંચી જવાના છે. ૪૬૪ કંપનીઓ દ્વારા આવા ઉદઘાટનો, ખાતમૂર્હત કે કાર્યારંભ થઇ જશે.
વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ પૂર્ણ થવાના માત્ર બે દિવસમાં આ અંગેનું આયોજન હાથ ધરી છે.  135 વધુ
દેશો, ૧ લાખથી વધુ ડેલીગેટસ આવ્યા અને ર૦૦થી વધુ ઇવેન્ટસ યોજાઇ હતી.

પ્રોજેકટસના ઉદઘાટન થશે તેમાં વાયબ્રન્ટ સમિટની પહેલાની કડીઓના ઊદ્યોગો પણ હશે.
તેમણે આ રોકાણોમાં ખાતમૂર્હત, ઉદઘાટન, કાર્યારંભના વિવિધ તબક્કે જે પ્રોજેકટસમાં થવાના
છે. એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગમાં ૧૪, ડેરી-ફિશરીઝ અને સહકારમાં ર૦, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને જી.આઇ.ડી.સી.ના મોટા પ્રોજેકટસ ૩૦, ઓટોમોબાઇલ અને એન્જીનીયરિંગ ૩ર, હેલ્થકેર એન્ડ ફાર્માસ્યુટિકલ્સ પ૯, આઇ.ટી. ર૬, મિનરલ બેઇઝડ પ્રોજેકટસ ર૧, MSME ૧૬૧, પોર્ટ એન્ડ પોર્ટ બેઇઝડ ૭, રિન્યુએબલ એનર્જી, ઓઇલ એન્ડ ગેસના પ, ટેક્ષટાઇલ એન્ડ એપરલના ૯, હાઉસીંગ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ખાનગી રોકાણોના-૧૧ તેમજ અન્ય ૬૯ મળી કુલ ૪૬૪ જેટલા અંદાજિત પ્રોજેકટસનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં GSDP વર્ષ ર૦૧૩ થી ૧૭ દરમ્યાન ૯.૯ ટકા હતો તે વધીને ર૦૧૮ના વર્ષમાં ૧૧.૧ ટકા એ પહોચ્યો છે.
રાજ્ય સરકારની નાણાંકીય શિસ્તની પણ આ અહેવાલમાં પ્રસંશા કરવામાં આવી છે અને ગુજરાત સૌથી ઓછું દેવું ધરાવે છે. જોબ ક્રિએશનમાં પણ ગુજરાત રાષ્ટ્રીય ૭ ટકાની એવરેજ સામે ૧૧.પ ટકાની વૃધ્ધિ ધરાવે છે.