1.50 કરોડ લોકો સમૂહિક યોગ કરશે, સરકારનો દાવો પણ આ શક્યછે ખરૂં ?

21 જૂન 2019માં વિશ્વ યોગ દિને છેલ્લા 4 વર્ષની જેમ સતત 5માં વર્ષે રાજયમાં સામૂહિક રીતે ઉજવાશે. રાજ્યની કેટલીક ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ તથા એન.જી.ઓ.ના સભ્યો મળીને 1.50 કરોડ લોકો ભાગ લે એવું આયોજન થયું છે. સરકારે દાવો કર્યો છે કે 1.50 કરોડ લોકો યોગ કરે એવું અમે કરવાના છીએ, આ અંક હોય તો ગુજરાતમાં એક પણ હોસ્પિટલને દર્દીઓ મળે નહીં. અકલ્માત થાય તોજ લોકો સારવાર લેવા હોસ્પિટલમાં જાય. રાજ્યની વસતીના 25 ટકા લોકો યોગ કરે એવું માની શકાય તેમ નથી.

પ્રથમ વિશ્વ યોગ દિવસે ૧,૦૮,૮૭,૦૦૦, દ્વિતીય વિશ્વયોગ દિવસે ૧,૦૩,૭૩,૦૦૦, તૃતિય વિશ્વયોગ દિવસે ૧,૧૬,૫૫,૦૦૦ અને ચોથા વિશ્વ યોગ દિવસે ૧,૨૪,૪૯,૪૩૩ વ્યક્તિઓએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજ રીતે આગામી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જનભાગીદારી વધે અને દોઢ કરોડે પહોંચે તે પ્રકારના પ્રયત્નો કરવાનું આયોજન છે.

વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત૨ માધ્યમિક શાળા, કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ તૈયારી કરી વિદ્યાર્થીઓ વિશ્વ યોગ દિવસમાં ભાગ લેશે. આ ઉ૫રાંત અનેક સંસ્થાઓના પ્રયાસોથી તેના અનુયાયીઓ ૫ણ ભાગ લેશે. ઉ૫રાંત યોગ પરંપરા સાથે સંકળાયેલી સંસ્થાઓ આર્ટ ઓફ લિવીંગ, લકુલીશ યોગ યુનિવર્સિટી, બ્રહ્માકુમારીઝ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, વિદ્યાભારતી, ગાયત્રી પરિવાર, સ્વાધ્યાય પરિવાર, દાદા ભગવાન, રામકૃષ્ણ મઠ, એન.સીસી., એન.એસ.એસ., બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા, પતંજલિ તથા રાજયની યુનિવર્સિટીઓ હશે.