તા.૧૪ જાન્યુઆરી-ર૦૧૯થી રાજ્યના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં બિનઅનામત રીતે આર્થિક નબળા વર્ગોને ૧૦ ટકા અનામતનો લાભ આપવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે.
આ ૧૦ ટકા અનામત એસ.સી, એસ.ટી અને એસ.ઈ.બી.સી ને મળવાપાત્ર ૪૯ ટકા ઉપરાંતની રહેશે. ભારતના બંધારણના માર્ગદર્શન સિધ્ધાતોના આર્ટિકલ-૪૬
ભારતના બંધારણમાં આર્ટિકલ-૧પ અને આર્ટિકલ-
૧૬માં સુધારો કરીને SC/ST/SEBC જાતિઓની સાથે આર્થિક રીતે નબળા વર્ગોમાં
(Economically Weaker Sections of Citizens) આવતી બિનઅનામત જાતિઓનો ઉમેરો
કરીને તેમને પણ અનામતનો બંધારણીય અધિકાર આપ્યો છે.
બંધારણમાં મૂળભૂત અધિકારોમાં કરાયેલ આ સુધારાને લીધે કેન્દ્રીય સ્તરે ૧૦ ટકા
સુધી અનામત દાખલ કરવાની ભારત સરકારને અને રાજ્ય સ્તરે પણ ૧૦ ટકા સુધી
અનામત દાખલ કરવાની સત્તા રાજ્ય સરકારને મળે છે.
આ બંધારણીય સુધારાથી ગુજરાત સરકારને મળેલી સત્તાને આધારે ભારત સરકાર
હેઠળ કેન્દ્રીય સ્તરે શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓ ઉપરાંત રાજ્ય સરકાર હેઠળ
મળવાપાત્ર ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને તમામ સ્તરની નોકરીઓમાં બિનઅનામત આર્થિક
રીતે નબળા વર્ગો માટે ૧૦ ટકા અનામત આપવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે નિર્ણય
લીધેલ છે.
આ હેતુસર તા.૧૪-૧-૨૦૧૯ પછી રાજ્યમાં મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશો અને સરકારી નોકરીઓની
જાહેરાત થઇ હોય પરંતુ ભરતી માટેના કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઇ હોય તેને આ લાભ મળવાપાત્ર થશે.
આવી ભરતી અને પ્રવેશ હાલ સ્થગિત રાખીને તેમાં પણ આ ૧૦ ટકા અનામતનો લાભ અપાશે.