અમદાવાદથી લગભગ 90 કીલોમીટર દૂર આવેલા મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં રૈયોલીના 52 હેક્ટર વિસ્તારમાં વિસ્તરેલા ડાયનાસોર અને ફોસીલ પાર્ક થોડા દિવસોમાં ખાતે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. ગુજરાતનો આ ડાયનાસૌર અને ફોસીલ પાર્ક દુનિયાનો ત્રીજો સૌથી મોટો વિશિષ્ઠ પાર્ક બની રહેશે.
શું હશે સંગ્રહાલયમાં ?
અહીં ઇન્ફોર્મેટીક સેન્ટર બનાવાયું છે. જેમાં પ્રદર્શનના મુખ્ય આકર્ષણોમાં ટાઈમ-મશીન, વિશ્વ અને ગુજરાતનાં અલગ અલગ ડાયનાસૌરના અવશેષનું કલાત્મક પ્રદર્શન છે. આલિયા સુલ્તાન બાબીના સંગ્રહમાંથી મેળવેલા ફોસીલ એગ્સ,
અને હાડકાં છે. 5-ડી થીયેટર, 3-ડી ફીલ્મ, મેસોઝોઈક સમયનું આબેહૂબ વાતાવરણ, મ્યુઝીયમ, અલ્પાઆહાર ગૃહ,
સોવેનીયર શોપ છે. ડાયનાસોર ડિસ્પ્લે, મ્યુઝીયમને અનુરૂપ આકર્ષક મુખ્ય પ્રવેશદ્વારની રચના, રાજાસૌરસ ડાયનાસોરનું સ્ક્લ્પ્ચર, ઈવોલ્વ્યુશન ઓફ અર્થનું ડિઝીટલ ડિસ્પ્લે, વોલ-આર્ટ વગેરેનો સમાવેશ થાય છે. આશરે 10 કરોડથી 6.5 કરોડ વર્ષના ઈતિહાસને રજૂ કરતું ભારતનું સૌ પ્રથમ સંગ્રહાલય છે જ્યાં ડાયનોસૌરના અવશેષોના ખોદકામથી લઈને તેના જન્મ અને જોખમ સુધીની પ્રદર્શન ગાથા કહેતું સંગ્રહાલય છે
ફોસીલ પાર્ક વિકાસ સોસાયટી
રાજ્ય સરકાર દ્વારા ફોસીલ પાર્ક વિકાસ સોસાયટી બનાવવામાં આવી છે. ઘણા વર્ષોની મહેનત અને લોકોને સમજાવના કારણે આલિયા બાબી આ તમામ ફોસીલ્સ અને સાચવવામાં સફળ રહી છે. જે લોકો આ બાબતના મહત્વથી અજ્ઞાન છે, એવા લોકોથી બચાવી, સાચવીને એકઠા કરાયેલા 65 મીલીયન વર્ષ જુના અવશેષોને આ મ્યુઝિયમ બનતાં મૂળ સ્થિતીમાં જાળવવા સરળ ની રહેશે. ડાયનોસોર પર રિસર્ચ કરનાર અને બાલાસિનોરની રાજકુંવરી આલિયા સુલતાના બાબી ‘ડાયનોસોર પ્રિન્સેસ’ તરીકે ઓળખાય છે. આલિયા એકમાત્ર અંગ્રેજી ભાષા બોલનાર ગાઈડ છે. જે આ પાર્કમાં પ્રવાસીઓને અવશેષો સાથે છેડછાડ કરતા અને સ્થાનિકોને ઢોર ચરાવતા અટકાવે છે. તેના અભિયાનને લીધે સ્થાનિકો પણ આ સાઇટનું મહત્ત્વ સમજે છે અને તેનું રક્ષણ કરે છે.
ડાયનોસૌરના ચાર થીમપાર્ક બનશે
રાજયમાં આગામી સમયમાં વિદેશમાં હોય તેવા વર્ચ્યુઅલ રિયાલિટી જેવા ડાયનોસૌર થીમ પાર્ક બનાવવાનું સ્પ્ન પ્રવાસન નિગમે બતાવેલું તેમાં નિષ્ફળ રહ્યાં છે. માટે રાજયના પ્રવાસન વિભાગ દ્વારા પીપીપી મોડેલથી અમદાવાદ, વડોદરા, પોરબંદર અને સુરતમાં થીમ પાર્ક બનાવવાના હતા. સિંગાપોર-દુબઈમાં આવા જીવંત લાગે તે પ્રકારના પાર્ક બનાવતી વિદેશી કંપનીનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં રિવરફ્રન્ટની જગ્યા પસંદ કરવામાં આવી હતી.
6.5 કરોડ વર્ષ પહેલાના લુપ્ત થઈ ગયેલા પ્રાણીઓના અવશેષો
36 વર્ષ પહેલાં વિશાળકાય ડાયનાસૌરના અવશેષો મળ્યા હતા. આશરે 10 કરોડથી 6.5 કરોડ વર્ષના સમયના ડાયનોસૌરની લગભગ 13 કરતાં વધુ પ્રજાતિઓ અહીં રહેતી હતી. લગભગ 10,000 કરતાં વધારે મળેલાં ઈંડાં આ સ્થાનને વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી હેચરી બનાવે છે. જ્વાળામુખીના લાવામાંથી બનેલા પથ્થરોમાં હજુય ઘણાય અશ્મી કુદરતી રીતે સચવાયેલા છે. ભારતીય ભૌગોલિક વિભાગ દ્વારા સર્વેક્ષણ કારણે આકસ્મિક પ્રકાશમાં આવ્યું હતું. કેટલાક મોટા હાડપિંજર અશ્મી અને પ્રદેશથી મળી આવેલાં ઇંડાં હવે જયપુર, રાજસ્થાન, ભારતના સંગ્રહાલયમાં સચવાયેલાં હતાં.
ડાયનાસૌરના રહેઠાણ, એની ટેવો, ખોરાક અને એના જીવનને લગતી અન્ય માહિતી વિવિધ સ્વરૂપે મૂકવામાં આવી છે.
7 પ્રકારના ડાયનોસૌર
1983માં પ્રથમ વખત ખોદકામ કરવામાં આવ્યું હતું. બાલાસિનોરથી 11 કીલોમીટરના અંતરે આવેલા રૈયોલી ગામ પેલિયોન્ટોલોજિસ્ટનું વર્ષોથી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ડાયનાસોરની લગભગ 7 જાતિઓ અહીં રહેતી હતી. અહીથી સંશોધકો દ્વારા ડાયનાસૌરના 10,000 ઇંડાના અવશેષો શોધ્યા છે. વિશ્વની બીજી હેચરી છે જ્યાં ડાયનોસૌરના સારી હાલતમાં ઈડા મળ્યા હોય. જે આ ગામને ડાયનાસૌરની વિશ્વની ત્રીજી સૌથી મોટી ફોસીલ વસાહત પણ પૂરવાર કરે છે.
દુનિયાના એક માત્ર ડાયનોસૌર નર્મદાના રાજા
2003માં અહીંથી નવી પ્રજાતિઓ પણ શોધી કાઢવામાં આવી હતી. આ પ્રજાતિઓ ટાયરેનોસૌરસ રેક્સ કુળની હતી. એના ઈંડા એટલા વિશાળ કડાણા હતા કે તેનું રાજાસૌરસ નર્માન્ડેન્સિસ – નર્મદાના રાજા એવું નામ રાખવામાં આવ્યું હતું, એના હાડકાં નર્મદાના કિનારાના સ્થળો પરથી પાપ્ત થયા હતા. 2003માં જે હાડકાં મળ્યાં હતાં એમાં, મગજના હાડકાં, કરોડરજ્જૂ, થાપાનાં હાડકાં, પગ અને પૂછડીના હાડકાનો સમાવેશ થાય છે.
વીક એન્ડ ટુર
બાલાસિનોર મઢી ગુજરાતનું એક રમણીય સૌંદર્ય ધરાવતું ઐતિહાસિક નગર છે. એની આસપાસ અનેક ફરવાલાયક સ્થળો આવેલા છે. સુદર્શન તળાવ, કેદાર મહાદેવ, ભીમભમરડા, હનુમાન ટેકરી, વણાકબોરી ડેમ મહત્વનો છે. અહીં અમદાવાદથી લોકો શનિવાર કે રવિવારની ટુર કરી શકે છે.
રાજ્યના પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ બાલાસિનોરની મુલાકાત લીધી હતી.