10 રૂપિયામાં સારવાર

સંતોકબા લાલજીદા ધોળકીયા વેલફેર ટ્રસ્‍ટ દ્વારા 2005થી સેવા પ્રવૃતિઓ લાઠી તાલુકાનાં લોકો માટે મલ્‍ટી સ્‍પેશ્‍યાલીસ્‍ટ હોસ્‍પીટલ કક્ષાની દર્દીઓને સારવાર મળે છે. 13 વર્ષથી મેડીકલ સેન્‍ટરમાં માત્ર રૂા.10 ટોકન ફિમાં નિદાન સારવાર તથા દવાઓ આપવામાં આવે છે. સપ્‍ટેમ્‍બર 2005થી આજદિન સુધીમાં 7,25,000 જેટલાંએ સારવાર લીધી છે.

સીનીયર સીટીઝનને વિનામૂલ્‍યે દાંતની સારવાર અને ચોકઠું બનાવી આપવામાં આવે છે. 3પ00 સીનીયર સીટીઝનને ચોકઠું આપવામાં આવ્યા છે. લશ્‍કરનાં જવાનો અને તેના પરિવારજનોને નિઃશુલ્‍ક સેવા આપવામાં આવે છે. જયારે આંખ વિભાગમાં મહીનાના બીજા રવિવારે રણછોડદાસબાપુ ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા  લાલજીદાદાનાં વડલે વિના મૂલ્‍યે મોતીયાનાં ઓપરેશન કરી આપવામાં આવે છે.

સીનીયર સીટીઝનને ચશ્‍મા વિતરણ કરવામાં આવે છે. ફિજીયોથેરાપી સેન્‍ટરછે.

ર્ેારા અદ્યતન મશીનરી ર્ેારા ફુલટાઈમ નિષ્‍ણાંત ફિજીયોથેરાપીસ્‍ટ છે. મોબાઈલ ડીસ્‍પેન્‍સરી દ્વારા 35 ગામોને ટોકન ફી માં નિદાન- સારવાર અને દવા આપવામાં આવે છે. ઓડીટોરીયમ હોલ ખાતે મોટીવેશન પ્રોગ્રામ તેમજ સમાજ સેવાનાં હેતુથી સમાજની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજી ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ ડોકટરોને વિષય નિષ્‍ણાંતો મારફત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.

આર્થિક તંગીના કારણે અભ્‍યાસમાં આગળ વધી શકે તેમન હોય તેમને સ્‍કોલરશીપ સહાય આપવામાં આવે છે. લાઠી-લીલીયા-બાબરા તાલુકાનાં 145 ગામનાં 1,12,000 વ્‍યકિતનાં જે તે ગામે જઈ મેડીકલ તપાસ તથા લેબોરેટરી તપાસ કરી તેના પરિક્ષણ રીપોર્ટ તેમને ઘરે રૂબરૂ આપી તેમા જણાવેલી ક્ષતિ અંગે ટ્રીટમેન્‍ટ, દવા આપવામાં આવેલી છે.