10 વર્ષ પછી અમરેલી ખાતે એફએમ રેડિયોનું પરીક્ષણ શરૂ કરાયું

અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લાની જનતા છેલ્‍લા ઘણાં જ સમયથી એફએમ રેડીયોની સુવિધા માટે માંગ કરી રહી હતી ત્‍યારે થોડ દિવસો પહેલાં આ એફએમ રેડીયો માટે થઈ ખાતમુર્હુત કરાયા બાદ અમરેલી એફ.એમ. રેડીયોનાં પ્રસારણ માટે ગઈકાલથી ટ્રાયલ શરૂ કરી દેવામાં આવેલ છે. આગામી સમયમાં આ એફ.એમ. રેડીયોનાં પ્રસારણ માટે વિધીવત ઉદ્યઘાટન કરવામાં આવશે.

અમરેલી ખાતે હાલમાં 100.10 ઉપરથી અમરેલી ખાતે વિવિધ ભારતીનું પ્રસારણ ટ્રાયલબેઝ ઉપર શરૂ કરવામાં આવતાં આજથી જ લોકો પોતાના મોબાઈલ ફોનઅને ફોરવ્‍હીલમાં રાખેલ એફ.એમ. રેડીયો ઉપરથી પ્રસારીત થતાં કાર્યક્રમો સાંભળી રોમાંચીત થઈ ગયા હતા.

આ એફ.એમ. રેડીયો પ્રસારણ માટેનાં સ્‍ટેશનનું ટ્રાયલ પૂર્ણ થયા બાદ અમરેલી પ્રસારણ નિયમીત શરૂ કરવા અને વિધિવત ઉદ્યઘાટન કરવામાં આવશે તેમ પણ જાણવા મળી રહૃાું છે. લાંબા રાહ જોય બાદ આખરે અમરેલીને પણ એફ.એમ. રેડીયોની સેવા મળી રહેશે તેમ હવે લાગી રહૃાું છે.

Read More
Bottom ad