અમદાવાદ મેટ્રો ને 10 જાહેર પરિવહન સેવામાં 6 લાખ મુસાફર પણ પોલીસ સલામતી નહીં

દિલીપ પટેલ

અમદાવાદ, 29 સપ્ટેમ્બર 2022

મોદી સરકારે 2010માં તૈયાર કરેલા અહેવાલમાં કહ્યું હતું કે મેટ્રો રેલમાં 6.75 લાખ લોકો પ્રવાસ કરશે. પણ હવે એવી વિગતો બહાર આવી છે કે માંડ 50 હજાર લોકો જ પ્રવાસ કરશે. અમદાવાદની જાહેર પરિવહન સેવા સફળ કરવી હોય તો 10 સેવાઓની સ્ટેશનો એક બીજા સાથે જોડવા પડશે. તો જ મેટ્રો રેલ સફળ થઈ શકશે. બીઆરટીએસ આવ્યા પછી ખાનગી વાહનો ઓછા થવા જોઈતા હતા પણ વધ્યા છે. આવું જ મેટ્રો આવ્યા પછી થઈ રહ્યું છે.

મેટ્રોના મુસાફરો માટે પોલીસ સુરક્ષા નથી. લોકોને સુરક્ષા માટે અલગથી પોલીસ મહેકમ બનાવવું પડશે. કંટ્રોલ રૂમ ઊભો કરીને લોકોને સલામતી માટે એક એપ બનાવવી પડશે. નહીંતર મેટ્રોના રૂ.30 હજાર કરોડનું રોકાણ 2025 સુધીમાં નિષ્ફળ જશે.

વસતીમાં દેશમાં છઠ્ઠું સૌથી મોટું મેટ્રોપોલિટન શહેર છે. અમદાવાદમાં સિટી બસ, બીઆરટીએસ, એસ ટી, રેલવે, બુલેટ ટ્રેન, ખાનગી ટ્રાવેલ્સ, ટેક્સી, ઓટો રિક્ષા અને મેટ્રો રેલ એક બીજા સાથે જોડાય તો જ તે સફળ થઈ શકે. આ 10 ટ્રાન્પોર્ટ સિસ્ટમ એક બીજા સાથે જોડવા માટે તેની અલગ ટ્રાફિક પોલીસ અને સાદી પોલીસ હોવી જરૂરી છે. જે રીતે રેલ્વે પોલીસ કામ કરે છે તે રીતે કામ થઈ શકે છે. કારણ કે અમદાવાદમાં 10 ટ્રાન્સપોર્ટ સેવામાં 72 લાખની વસતી અને બહારના પ્રવાસીઓ મળીને 6 લાખ મુસાફર પ્રવાસ કરે છે.

સાબરમતી, કાલુપુર, પાલડી, કાલુપુર, મણિનગર, રાણીપ, ગીતા મંદિરમાં એકથી વધુ ટ્રાન્સપોર્ટ સેવાઓ ભેગી થાય છે, ત્યાં બધી ટ્રાન્સપોર્ટ સેવાઓને સાંકળતા ‘મલ્ટી-મોડલ હબ’ બનાવાશે તોજ સડકો પરથી વાહનો ઓછા કરીને પ્રદુષણ દૂર કરી શકાશે.

2 હજાર પોલીસની જરૂર

અમદાવાદમાં 10 ટ્રાન્સપોર્ટ સેવાઓના સ્ટેશનો હવે આ રીતે ગેરકાયદે પ્રવૃત્તિના સ્થાનો બનવાના છે. હાલ તો ખિસ્સા કાતરુ અને ડ્રગ્સ વેચનારા કે રોજબરોજની ચિજો વેચનારાઓનો અડ્ડો છે. હવે ત્યાં તમામ પ્રકારનની ગેરકાયદે પ્રવૃત્તિઓ વધશે. તેથી ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ બોર્ડ, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ જનમાર્ગ લી. દ્વારા બીઆરટીએસ, એએમટીએસ, રેલવેએ સાથે મળીને 2 હજાર પોલીસ કમાન્ડો સાથે કામ કરવું પડશે.

10 ટ્રાન્સ્પોર્સ માટે એક જ ઓન લાઈન એપ્લિકેશન શરૂ કરીને તેમાં ટાઈમ ટેબલ અને ફરિયાદ માટે શરૂ કરવી પડે તેમ છે. તો જ રોજ 10 લાખ મુસાફરો લાવીને તેને સલામતી આપી શકાશે.

ભવિષ્ય

અમદાવાદમાં 75 લાખ લોકોની વસતી આ 10 ટ્રાન્સપોર્ટ સેવા લે છે. ઈ.સ. 2035 સુધીમાં 1 કરોડ 20 લાખ વસતી થઈ જશે. ત્યારે ડ્રાઈવર લેસ કાર અને બીજી નવી ટ્રાન્સપોર્ટ સર્વિસ આવી ચૂકી હથે. અમદાવાદના 2 હજાર કિલો મીટરના માર્ગો છે. પણ 5 જાહેર પરિવહન સેવા તો માત્ર 600 કિલોમીટરના માર્ગો પર જ દોડે છે.

32 કોરીડોર

અમદાવાદ મેટ્રો રેલ અને બીઆરટીએસ બનાવવાની કામગીરી એકી સાથે 2003થી શરૂ થઈ હતી. હવે ફેઝ-1માં 12,925 કરોડનો ખર્ચ આવ્યો છે. અમદાવાદ મેટ્રોના પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 40 કિલોમિટરનો રૂટ છે જેની પર 32 કૉરિડોરનું નિર્માણ કરવામાં આવશે. ટ્રેનમાં 96 કોચ હશે, 129 એલિવેટર્સ, 161 એસ્કલેટર્સ અને 126 એન્ટ્રી-એગ્ઝિટ પોઇન્ટ છે.

મુસાફર

શરૂમાં દરેક ટ્રેનમાં 1,000 મુસાફરોની બેઠક ક્ષમતા સાથે ત્રણ કોચ હશે. ગુજરાત મેટ્રો રેલના ઉત્તર-દક્ષિણ કોરિડોર પર લગભગ 40,000 મુસાફરોની સંખ્યાનો અંદાજ મૂક્યો છે. હાલમાં, વસ્ત્રાલથી ટેક્સટાઇલ પાર્ક સુધીના છ કિલોમીટરના રૂટ પર દરરોજ લગભગ 900 મુસાફરો વહન કરે છે. તે વધીને 4 હજાર મુસાફર શરૂઆતમાં હશે.

6.75 લાખ મુસાફર

ડીપીઆરમાં એ આગાહી કરી હતી કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના પટ પર રૂ. 4,300 કરોડનો ખર્ચ થશે અને 2010 સુધીમાં દરરોજ 6.75 લાખ મુસાફરો મેટ્રોમાં આવશે.  પણ બન્ને ફેઝ ચાલુ થઈ જતાં માંડ 50 હજાર મુસાફર રોજ મેટ્રોને મળી શકે એવી શક્યતા છે. જેની સલામતી માટે સીસીટીવી કેમરા છે પણ પોલીસ નથી.

2 હજાર ટ્રાન્સપોર્ટ સ્ટેશનો

અમદાવાદમાં 10 સેવાઓને જોડતા 2 હજાર સ્ટેશનો છે. જ્યાં પોલીસની હવે સુરક્ષા માટે જરૂર છે. 16 કલાકની પોલીસ ડ્યુટી માટે 4 હજાર પોલીસ હોવી જરૂરી છે. જો તેમ નહીં થાય તો અમદાવાદ 1920થી આજ સુધી મહિલાઓની સલામતી માટે વખણાતું હતું હવે મેટ્રો આવતાં બદનામ થઈ શકે છે.

પોલીસ વિંગ બનાવો

કાયદો અને વ્યવસ્થા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને પોલીસ વિંગ ઊભી કરીને અલગ પોલીસ સ્ટેશન ઉભા કરવા પડશે. કારણ કે આ માટે હાલ કોઈ વ્યવસ્થા નથી.

મુંબઈ, દિલ્હી, કોલકત્તા શહેરો સહિત 9 શહેરોમાં મેટ્રો રેલ શરૂ થઈ છે ત્યાં કાયદો અને વ્યવસ્થા મોટી સમસ્યા બની ગઈ છે. ખાસ કરીને અસામાજિક તત્વો સ્ટેશનો ઉપર ગેરકાયદે પ્રવૃત્તિ કરે છે. ડ્રગ્સ લેનારાઓ અને ડ્રગ્સ વેચરાના ફેરીયાઓના ગેરકાયદે ધંધાના સ્થળો બની ગયા છે.

ટ્રાન્પોર્ટ ફોર અમદાવાદ બનાવો

10 સેવા જેમાં પેસેન્જર ફેરી અને ટેક્સી માટે એક જ કોમન મોબિલિટી કાર્ડ, કોમન ઍપ્સ, પ્લેટફોર્મ અને ટાઇમટેબલ જરૂરી બની ગયું છે. શહેરની આખી સિસ્ટમ મેટ્રો કે બસ કંપનીઓના નામ પ્રમાણે નહીં પણ ‘ટ્રાન્સપોર્ટ ફોર અમદાવાદ’ના એક જ નામ પ્રમાણે કરવી પડશે. અમદાવાદને ‘ટ્રાન્સપોર્ટ ફૉર અમદાવાદ’ જેવી એક કોમન સિસ્ટમ, એક કોમન મોબિલિટી કાર્ડ, એક કોમન ટાઇમટેબલ અને એક કોમન એપ બનાવવી પડે તેમ છે.

મુંબઈમાં સબર્બન ટ્રેન, મેટ્રોનું નેટવર્ક હોવા છતાં, મુસાફરીઓનો ત્રીજો ભાગ બેસ્ટની સિટી બસોનો છે. અમદાવાદમાં તેનાથી ઉલટું છે. અમદાવાદમાં સિટી બસ જ આગળ રહેવાની છે. મેટ્રો ટ્રેન તેનું સ્થાન લઈ શકવાની નથી. શહેરી બસનો કોઈ વિકલ્પ નથી. બસની સુવિધાઓ મેટ્રોરેલ અને બીજી સેવાઓ જોડે વ્યવસ્થિત રીતે જોડવી પડે તેમ છે.

ગીચ ટ્રાફિક ધરાવતાં 37 કિમી પર મેટ્રો માંડ શરૂ થયો છે. જે પણ 2003થી આજ સુધીના 20 વર્ષમાં થઈ શક્યું છે. જે અત્યંત મોંઘી અને ખર્ચાળ છે.

અમદાવાદમાં મેટ્રો સ્ટેશનોની સાથે બીઆરટી અને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ, એસટીને જોડવી પડે તેમ છે. તેની સાથે સારી પાર્ટનરશિપ ઊભી કરીને વધુ મુસાફરો લાવી શકે.

મેટ્રો સ્ટેશન સુધી જ એમએટીએસ બસ દોડાવવી પડશે.

જો મેટ્રોને સફળ કરવી હોય તો બીઆરટીએસ, એએમટીએસ, ભરતીય રેલવે, એસટીની બસોમાં હજું વધારે રોકાણ કરવું પડશે. તેનાથી ઉલટું અમદાવાદ શહેરમાં બીજી સેવાઓમાં રોકાણ ઘટી ગયું છે.

એએમટીએસ અને બીઆરટીએસની રૂ.500 કરોડની ખોટ ઓછી કરવી હોય તો મેટ્રોને સહકાર આપવો પડે તેમ છે.

માર્ગો પર વાહનો

ગુજરાતમાં સૌથી વધું ખાનગી વાહનો અમદાવાદની સડકો પર દોડે છે. અમદાવાદમાં 3600 વાહન અકસ્માતોમાં 1400 લોકો મોતને ભેટ્યા હતા. 40 લાખ ખાનગી વાહનો છે. શહેરમાં સૌથી વધુ ટુ વ્હિલર વાહનોની સંખ્યા 30 લાખ છે. અમદાવાદમાં મહિને 15 હજાર નવ વાહનો નોંધાય છે. જે ટ્રાફિકજામ માટે મુખ્યકારણભૂત છે. વાહન ભંગાન નીતિ પ્રમાણે અમદાવાદ શહેર-જિલ્લામાં 19 લાખ વાહન ભંગારમાં જશે.

હજાર લોકોએ 400 વાહનો

2021માં સરકારે જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં 5 વર્ષમાં માત્ર 700 કિમી રસ્તા બન્યા, જ્યારે વાહનો 68 લાખ વધી ગયાં, બે વર્ષમાં 30 હજાર અકસ્માતમાં 13,456 લોકોનાં મોત થયા હતા.  દેશનાં 9% વાહન ગુજરાતમાં છે. એક હજારની વસતિદીઠ 400 વાહનો સાથે ગુજરાત દેશમાં મોખરે છે. છેલ્લાં દસ વર્ષમાં ગુજરાતમાં વાહનોની સંખ્યામાં 135 ટકાનો વધારો થયો છે.

અમદાવાદ શહેરને સિંગાપોર બનાવો

દુનિયામાં સારી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ધરાવતાં લંડન, બિજિંગ, સિંગાપોર છે. જ્યાં ટ્રેઇન અને બસ વચ્ચે સારું સંકલન છે. જ્યાં ટ્રાન્સપોર્ટ પોલીસ છે. જે પોતે જ ગુના નોંધે છે અને ગુનાખોર ટોળકીઓ સામે પગલાં લે છે. અમદાવાદમાં હવે ટ્રાન્સપોર્ટ પોલીસનું અલાયદુ એકમ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને પોલીસ વિભાગથી અલગ કરીને બનાવવું પડશે. જેની પાસે કાયદો અને વ્યવસ્થાની સત્તા હોય.

બીઆરટીએસ પોલીસ

2009થી બીઆરટીએસ શરૂ થઈ છે.

અમદાવાદ જનમાર્ગ કંપની પાસે 275 બસો છે. રોજના 1 લાખ 60 હજાર સરેરાશ મુસાફરો આવે છે. 101 કિમીના 14 રૂટ છે. AJLએ 650 ઇલેક્ટ્રિક બસો લાવવાની છે. ડિસેમ્બર 2017માં 3 લાખ 50 હજાર મુસાફરો રોજ સવારી કરતાં હતા.

બીઆરટીએસની 19 લાઈનોમાં 390 સ્ટેશનો પર બસો ઉભી રહે છે. બીઆરટીએસના 14 રૂટના 143 સ્ટેશનો છે. 286 ઓટોમેટિક દરવાજા છે. જ્યાં પોલીસ હોવી જરૂરી છે. હાલ 110 કિલો મીટર માર્ગો પરના સ્ટેશનો પર પોલીસ ન હોવાથી કાળા ધંધા થઈ રહ્યાં છે. અહીં 16 કલાકની ડ્યુટી માટે 600 પોલીસ જરૂરી છે.

20 એવોર્ડ પણ પોલીસ નહીં

BRTSએ ડિઝાઇન, અમલીકરણ અને કામગીરી માટે 20 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા હોવાનું ગૌરવ લે છે. પણ સલામતી માટે એક પણ એવોર્ડ મળ્યો નથી.

જનમાર્ગ

અમદાવાદ જનમાર્ગ લિમિટેડ કંપની  તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કંપની છે. કુલ 250 બસ છે. જેમાં 186 એસી બસ છે. અમદાવાદ બીઆરટીએસ યોજનાને યુનાઇટેડ નેશન્સ ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સમાં લાઇટહાઉસ પ્રોજેક્ટ તરીકે ભલે રજૂ કર્યો હોય પણ તેની સલામતી માટે કોઈ પગલાં લેવાયા નથી. 2010માં ટકાઉ પરિવહન માટેનો ખિતાબ મળ્યો છે. પણ ટકાઉ સાબિત કરવાની બાકી છે. 2009માં ભારતની શ્રેષ્ઠ ઝડપી પરિવહન સુવિધા તરીકે નવાજી છે. પણ કાયદો અને વ્યવસ્થા માટે કોઈ પગલાં લેવાયા નથી. આ સ્ટેશનો અને બસોમાં સૌથી વધારે ગળાના ચેઈનની લૂંટ થાય છે.

100 ખામી દૂર કરી પણ ખાખીની નહીં

અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીએ દિલ્હી અને પૂણેના બીઆરટીએસની ખામી અને અમદાવાદની મળીને 100 ખામી શોધીને દુર કરવા માર્ગની ડિઝાઇન બનાવી છે. પણ પોલીસની કામગારી તો સરકારે હજું શરૂ પણ કરી નથી. જે સૌથી મોટી ખામી છે.

2022માં શિવરંજની પાસે બસમાં આગ લાગી હતી. ત્યારે સલામતીની સાચી સ્થિતી બહાર આવી હતી. સીએનજી બસોમાં વારંવાર આગ લાગતી રહી છે.

મુસાફર ઘટે છે

6 વર્ષ પછી 2016 માં BRTS અને AMTSના મુસાફરોની સંખ્યા ઘટીને 7.5 લાખ થઈ ગઈ હતી. આજ ગાળામાં અમદાવાદમાં ખાનગી વાહનોની સંખ્યા 54% વધી હતી. 6 વર્ષમાં 18 લાખ ખાનગી વાહનો વધીને 25 લાખ અને 2022માં 30 લાખ ખાનગી વાહનો છે. જે જાહેર પરિવહનમાં લોકો જવાનું પસંદ કરતાં નથી, એવું જાહેર થાય છે. જો તેમને સલામતી આપવામાં આવે અને 10 સેવાઓને એક બીજા સાથે જોડી દેવામાં આવે તો જ તે સફળ થઈ શકે છે.

27 કિમી પ્રતિ કલાકની ઝડપ છે.

10 સેવીઓની સલામતી અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે કોમન વ્યવસ્થા હોવી જરૂરી છે. 2015માં, અમદાવાદ જનમાર્ગની રૂ.35 કરોડની ખોટ હતી. બીઆરટીએસ પાછળ રૂ.98 કરોડનો ખર્ચ કર્યો હતો. આજે 50 કરોડની ખોટ અને 110 કરોડનું રોકાણ થઈ ગયું છે.

2009માં અમદાવાદમાં 8.5 લાખ મુસાફરો હતા. 2016માં 7.5 લાખ થયા હતા.

2011 માં, BRTSના 42 કિમી નેટવર્કમાં રોજ 1 લાખ 20 હજાર મુસાફરોની અવરજવર હતી. 2016માં 1 લાખ 32 હજાર થયો હતો.

20 થી 22 ટકા મુસાફરો તેમની મોટરસાઇકલનો ઉપયોગ કરીને બસમાં જતા હતા

ઈ રિક્ષા

અમદાવાદમાં 1 લાખ રિક્ષા અને 20 હજાર ટેક્સી છે.

ઈ. સ. 2019માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીઆરટીએસના મુસાફરો માટે અંદરના વિસ્તારોમાં કનેકટિવીટી માટે 150 ઈ-રીક્ષા શરૃ કરી હતી. જે 2021 સુધીમાં ગાયબ થઈ ગઈ અને ફરીથી એટલી જ ઇ રિક્ષા મુકવાનું નક્કી કરાયું હતું.

એએમટીએસ

1940થી એએમટીએસ સિટી બસ શરૂ થઈ હતી. 2022માં 700 બસ છે. 149 રૂટ છે.

એસ ટી નિગમ

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન – GSRTCમાં 16 વિભાગો, 125 ડેપો, 226 બસ સ્ટેશન, 1,554 પિક અપ સ્ટેન્ડ, 8,703 બસો છે. 40 હજાર કર્મચારી છે. 8 વર્ષમાં લોનથી રૂ.4 હજાર કરોડની 20 હજાર નવી બસો ખરીદી છે. 8200 શિડ્યુલમાં 14 હજાર ઈલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીનો છે. 44 હજાર ટ્રિપ્સ સાથે દરરોજ 34 લાખ કિલોમીટરનું સંચાલન કરે છે. દરરોજ 25.18 લાખ મુસાફરો આવજાવ કરે છે. અમદાવાદમાં 2  લાખ મુસાફરો પસાર થાય છે.

patil
https://twitter.com/CRPaatil/status/1575793629024555009

DILIP PATEL YOU TUBE
https://www.youtube.com/user/dmpatel1961/playlists