100 નવી એમ્બ્યુલંસ ખરીદાશે

રાજ્યના નાગરિકોને આરોગ્ય સારવાર સત્વરે મળી રહે તે માટે તબીબી સેવાઓ માટે રૂ. ૯૩૭.૬૫ કરોડની જોગવાઈ કરાઈ છે. જેમાં ભાભર, જંબુસર, કેશોદ, રાધનપુર, ડાકોર અંજાર, જસદણ સામૂહિક આરોગ્ય કેન્દ્રોને અપગ્રેડ કરીને પેટા જિલ્લાકક્ષાની હોસ્પિટલ બનાવાશે. અકસ્માત સમયે ત્વરીત સારવાર આપતી પ્રચલીત ૧૦૮ ની સેવાઓ પણ વધુ સુદ્રઢ કરાશે. જેમાં ૧૦૦ નવી એમ્બ્યુલન્સ રીપ્લેસમેન્ટ કરાશે. સિવિલ હોસ્પિટલોમાં નવી ૧૫ એમ્બ્યુલન્સ વાન ખરીદાશે. સરકારી હોસ્પિટલોમાં અદ્યતન ટેકનોલોજીવાળા ઉપકરણો વસાવવા રૂ.૯૯ કરોડની જોગવાઇ કરાઇ છે. જુનાગઢ ખાતે નવું ટ્રૌમા સેન્ટર બનાવાશે. એ જ રીતે મહેસાણા સિવિલ હોસ્પિટલને પણ અપગ્રેડ કરાશે.