107વર્ષના હબીબકાકાએ તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું

પાટણ લોકસભા બેઠકના વડગામ મત વિસ્તારમાં આવેલા મજાદર ગામના 107 વર્ષના મતદાર હબીબભાઈ અલીભાઈ સુણસરાએ મતદાન કર્યું હતું. હબીબકાકા ઘરેથી ચાલતા નીકળી મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું. ઉંમરના કારણે શાભળવામાં થોડી તકલીફ પડે છે. પોતાનું નિત્ય તમામ કામ પોતાની જાતે કરે છે. તંદુરસ્ત જીવન જીવે છે. અખબાર વાંચવાનો ખુબ શોખ છે. રોજ સવારે અખબાર લેવા જાતે જાય છે. 107 વર્ષના હબીબકાકાએ ભારતની તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે.