108ને વીએસ હોસ્પિલમાં ન લઈ જવા અમપાએ આપી સૂચના

સત્તાનાં મદમાં આવી ગયેલાં સત્તાધીશોએ 108 નાં કર્મચારીઓને પણ દર્દીઓને હવે સીધા એસવીપીમાં જ લઇ જવાની સૂચના આપી દીધી છે તેના કારણે વી.એસનો એક સમયે ભીડથી ઉભરાતો ટ્રોમા વોર્ડ આજે ખાલીખમ થઇ ગયો છે.

9 સેવાઓ બંધ કરી દીધા બાદ અમપાના ભાજપના સત્તાધિશોએ હવે મનમાની શરૂ કરી છે. તમામ વોર્ડમાં ખાટલા ખાલી થઈ ગયા છે. સફાઈ થતી નથી. જુના પલંગ, વેરવિખેર ફર્નિચર જોવા મળે છે. સિનિયર તબિબોને નવી એસવીપી હોસ્પિટલમાં ખસેડી દેવાયા છે. વી એસ હોસ્પિટલમાં તાવ, ઝાડા, ઉલ્ટી, નાના ફ્રેક્ટરજેવી સારવાર થશે.

વી.એસ.હોસ્પિટલ ચાલુ જ છે અને સેવાઓ રાબેતા મુજબ અપાતી હોવાનાં મ્યુનિ.નાં ખુલાસાને તદ્દન વાહિયાત ગણાવતાં વિરોધપક્ષ કોંગ્રેસનાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હયું કે, સુપરસ્પેશિયાલીટી સેવાઓ આપતાં પ્રોફેસરોની એસવીપીમાં બદલી કરી દેવાતાં તમામ વોર્ડમાં દર્દીઓ ઉભરાતા હતા ત્યાં આજે ખાટલા ખાલી અને વોર્ડને તાળા મારેલી હાલત જોવા મળે છે તે જ બતાવે છે કે, વી.એસ. તેની અગાઉની સ્થિતિમાં રહી નથી.

વી.એસ.હોસ્પિટલની દયનીય પરિસ્થિતિ હોવા છતાં મેયર અને કમિશનર સબસલામત ગણાવી રહ્યાં છે તે પણ સાવ ખોટુ જ છે. એસવીપીને સફળ હોસ્પિટલ બતાવવા માટે ગરીબ દર્દીઓને પરાણે ત્યાં જવાની ફરજ પાડવામાં આવી રહી છે.

વી.એસ.હોસ્પિટલના નિર્માણ માટે જમીન અને નાણાંની સહાય કરનારા દાતાઓનાં પરિવારમાંથી ટ્રસ્ટી તરીકે નિમાયેલાં વ્યક્તિઓ પણ શાસક ભાજપ અને અધિકારી રાજથી હતાશ થઇ ગયાં છે અને વી.એસ.ને કટ ટૂ સાઇઝ કરવાનાં પ્રયાસો સામે લડત આપીને થાકી ગયાં હોવાનુ જાણવા મળી રહ્યું છે. તેના કારણે હાલમાં વી.એસ.ની જે રીતે દુર્દશા કરવામાં આવી રહી છે તે જોવાજાણવા છતાં તેઓ કયાંય દેખાતા નથી તેને લઇ વી.એસ. સાથે સંકળાયેલાં અન્ય અગ્રણી નાગરિકો પણ ચિંતિત બન્યા છે.

જાન્યુઆરી મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શુભારંભ કરાયેલા સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે SVP હોસ્પિટલમાં ખસેડી દેવાતા વીએસ હોસ્પિટલ હવે દર્દીઓ વિહોણી અને શાંત બની છે.વીએસ હોસ્પીટલના વોર્ડમાં જઈએ કે બિલ્ડીંગની લોબીમાં જઈએ તો નથી દેખાતું હવે કોઈ દર્દી કે તેમનું સ્વજન !

9 સુવિધાઓ કે જે વીએસથી બંધ કરીને SVPમાં શરુ કરવામાં આવી

કાર્ડિયોલોજી
ન્યુરોલોજી – ન્યુરોસર્જરી
ગેસ્ટ્રોએન્ટેરોલોજી
નેફ્રોલોજી
એન્ડોક્રાઈન
બર્ન્સ એન્ડ પ્લાસ્ટિક
ડર્મેટોલોજી
ઓર્થોપેડીક્સ
યુરોલોજી
વીએસમાં અત્યાર સુધી આપવામાં આવી રહેલી 9 સ્પેશીયાલીટી સુવિધાઓ બંધ કરવા અંગે વધુ માહિતી આપતા વીએસ હોસ્પીટલના ઇન્ચાર્જ સુપ્રીન્ટેન્ડન્ટ બાબુભાઈ પટેલે કહ્યું હતું કે, હાલ વીએસ હોસ્પીટલની જે ઈમારતોમાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. તેની હાલત પણ કફોડી છે. નવી બનેલી SVP હોસ્પીટલમાં અત્યાધુનિક સાધનો સાથે સામાન્યદરે જ ગરીબ લોકોને સેવા આપવામાં આવી રહી છે.