108 માં નવી ૩૦ એમ્બયુલન્સ વાન શરૂં થતાં 617 થઈ 

વર્ષ ૨૦૦૭ થી ૧૦૮ એમ્બયુલન્સ સેવા શરૂ થઈ હતી. ૨૦ મીનીટના ગાળામાં દર્દીઓ પાસે પહોંચી જાય છે અને સારવાર પૂરી પાડે છે. રાજ્યભરમાં હાલ ૫૮૭ એમ્બયુલન્સ કાર્યરત છે અને કાર્યરત ૨૬૧ એમ્બયુલન્સ વાન બદલીને નવી ૬૩ ઉમેરવા આ વર્ષે નવી ૩૨૪ એમ્બયુલન્સ વાન ખરીદવામાં આવનાર છે. આગામી સમયમાં રાજ્યમાં ૬૫૦ ૧૦૮ એમ્બ્યુલન્સ વાન કાર્યરત થશે જે રાજ્યના તમામ જિલ્લાઓને આવરી લેશે.

રાજ્યમાં કાર્યરત૧૦૮ એમ્બયુલન્સ સેવા દ્વારા અત્યાર સુધીમાં ૯૩ લાખથી વધુ દર્દીઓને અકસ્માત/બિમાર વ્યક્તિઓને શીફ્ટ કરવામાં આવ્યા છે જેમાં ૩૩ લાખ થી વધુ માતાઓને પ્રસુતિના કેસમાં શીફ્ટ કરવાની કામગીરી કરાઇ છે. સાથે સાથે સગર્ભા માતાઓને પણ ૧૦૮ દ્વારા સારવાર પૂરી પાડવામાં આવે છે.

૧૦૮ એમ્બયુલન્સ સેવાનો લાભ નાગરિકોને સત્વરે અને અદ્યતન ટેકનોલોજી દ્વારા મળી રહે તે માટે ૧૦૮ ઇમરજન્સી એમ્બયુલન્સ સેવાની ‘‘મોબાઇલ એપ્લીકેસન્સ’’ પણ શરૂ કરાઇ છે. સાથે સાથે એમ્બયુલન્સમાં GPS સિસ્ટમ પણ કાર્યરત કરાઇ છે જેના થકી દર્દી સુધી વાન ક્યાં અને કેટલા સમયમાં પહોંચી છે તેનું પણ ટ્રેકીંગ થઇ શકે છે. તથા આ એમ્બયુલન્સ વાનમાં વેન્ટીલેટર સહિતની અત્યાધુનિક સારવાર માટેની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે તથા દરિયા કિનારાના વિસ્તારોમાં પણ નાગરિકોને અકસ્માત/પ્રસુતા માતાઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પોરબંદર અને દ્વારકા ખાતે બે બોટ એમ્બ્યુલન્સ વાન પણ કાર્યરત કરવામાં આવી છે.