11 લાખ ટન યૂરિયા ગુજરાતમાં ચોમાસામાં વપરાશે, થેલાએ 500ની સબસિડી

કેન્દ્રીય શિપિંગ (સ્વતંત્ર હવાલો) કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે,  ગુજરાતમાં આ ખરિફ સિઝનમાં લગભગ 11 લાખ મેટ્રિકટન યૂરિયાની જરૂરિયાતનો અંદાજ છે, આ સંપૂર્ણ માગને પહોંચી વળવા માટે જરૂરી પૂરવઠો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં વર્ષ દરમિયાન 300-325 લાખ મેટ્રિકટન યૂરિયાની જરૂરીયાત હોય છે, આ જરૂરિયાનને પહોંચી વળવા મંત્રાલય હેઠળ કાર્યરત કે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા 30 જેટલા કારખાનાઓ દ્વારા 240-245 લાખ મેટ્રિકટન યૂરિયાનું ઉત્પાદન કરવામાં આવે છે અને 60-70 લાખ મેટ્રિકટન જેટલું યૂરિયા વિદેશથી આયાત કરવામાં આવે છે. ભારત સરકાર ફર્ટિલાઈઝર ક્ષેત્રને રૂ. 70-80 હજાર કરોડની સબસિડી આપે છે. આમ, ખેડૂતને મળતી યૂરિયાની એક થેલી માટે ભારત સરકાર રૂ. 700-850ની સબસિડી આપે છે ત્યારે એ રૂ. 260-262માં ખેડૂતને મળી શકે છે. એ જ પ્રમાણે એમઓપી, ડીએપી જેવા ફોસ્ફેટિક ખાતરની એક થેલી માટે પણ સરેરાશ રૂ. 450-550ની સબસિડી ભારત સરકાર ઉપલબ્ધ કરાવે છે.

240થી 245 લાખ મેટ્રિક ટન યુરિયા વપરાય છે.