ઉગતા સુરજને પ્રમાણ કરવામાં આવે છે આ કહેવાત દિલ્હી વિધાનસભા ચુંટણીમાં આમ આદમી પાર્ટીની જીત બાદ સાબિત થઇ છે.દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની જીતના ફકત ૨૪ કલાકમા જ દેશભરમાં આમ આગમી પાર્ટીની સાથે ૧૧ લાખ નવા લોકો જોડાઇ ગયા છે.ખુદ આમ આદમી પાર્ટીએ આ માહિતી આપી છે. આમ આદમી પાર્ટીએ દેશભરમાં પોતાની સાથે લોકોને જોડવા માટે રાષ્ટ્રના નિર્માણ માટે આપ અભિયાન ચલાવ્યું હતું અને જેવી જ દિલ્હીમાં પાર્ટીની જીત થઇ તો ૨૪ કલાકની અંદર દેશભરમાંથી ૧૧ લાખ લોકો તેમાં જોડાઇ ગયા હતાં.આમ આદમી પાર્ટી દિલ્હીમાં મોટી જીત બાદ હવે દેશભરમાં પોતાની પાર્ટીનો વિસ્તાર કરવાના પ્રયાસમાં છે અને તેને ધ્યાનમાં રાખી તેણે દેશભરમાં લોકોને પાર્ટીમાં જાડાવવા માટે અભિયાન ચલાવ્યું છે.