જિલ્લા પંચાયતો પાસે રહેલી બિન ખેતીની જમીન માટેની પરવાનગી આપવાની સત્તા હવે જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે. પહેલા જિલ્લા કક્ષાએ રાજકારણીઓ NA કરતાં હતા. હવે IAS અધિકારીઓ કરી રહ્યા છે. સરકારે કબૂલ કર્યું હતું કે, NA કરાવવામાં વ્યાપક ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.
જિલ્લા પંચાયતમાં અધિકારીઓ અને રાજનેતાઓએ એક મીટર દીઠ રૂ.50થી 75 લાંચ લે છે. કોઈ પણ ખેડૂત કે બિલ્ડર કે ફેક્ટરી માલિક NAની મંજૂરી લેવા જાય ત્યારે તેને આટલી લાંચ તો આપવી જ પડે છે. તેના ઉપર ACBએ IAS અધિકારીઓ અને રાજકારણીઓ પર ક્યારેય આ માટે ટ્રેપ કરી નથી.
માત્ર અમદાવાદ જિલ્લા પંચાયતમાં અને અમદાવાદ કલેક્ટર કચેરીમાં વર્ષે 110 કરોડનો અને બે વર્ષે રૂ.119 કરોડનો ભ્રષ્ટાચાર થાય છે. જેમાં પ્રિમિયમ પેટે સરકારને રૂ.115 કરોડની આવક થઈ છે. જે સમગ્ર રાજ્યમાં NA કરાવવામાં રૂ.1150 કરોડનો ભ્રષ્ટાચાર જિલ્લા પંચાયતમાં થતો હતો. જે હવે જિલ્લા કલેક્ટર દ્વારા થશે. કોઈ પણ જમીન NA કરાવતાં તેના ઉપર એક મીટરે રૂ.50થૂ 75 લાંચ આપવી જ પડે છે.
ગુજરાતની ૩૩ પૈકી માંથી 20 થી 22 જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે છે. હવે આ મંજૂરી કલેક્ટર આપશે.
અગાઉ NA કરવા માટે 27 જેટલી બાબતો ધ્યાનમાં લેવામાં આવતી હતી, હવે, 6 બાબતોના નો-ઓબ્ઝેકશન સર્ટીફિકેટ મેળવવામાં આવે છે. રાજ્યભરમાં શહેરી વિસ્તારોમાં બિનખેતીની પરવાનગીઓ ઓનલાઈન આપવાની શરૃઆત કરી છે.
22 જૂન 2013માં સરકારે આપેલાં આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેતી લાયક જમીનમાં ૩૪ લાખ હેકટરનો ઘટાડો થયો છે. મકાનો બનાવવા કે ઉદ્યોગો માટે જમીન બિન ખેતીને કરવી પડે છે.
અમદાવાદ અને ગાંધીનગર શું
2016માં 1,25,62,784 ચોરસ મીટર ખેતીની જમીન NA માં ફેરવી છે. વર્ષ 2017માં 10,60,795 ચોરસ મીટર ખેતીની જમીન ને બિન ખેતીમાં બદલી છે.
ગાંધીનગરમાં 2016માં 17,05,176 ચોરસ મીટર અને 2017 માં 24,46,171 ચોરસ મીટર જમીન એનએ કરવામાં આવી હતી.