વન બહાર ૧૧૪૩ ચોરસ કિલોમીટર વન આવરણનો વધારો

1143 sq km increase in forest area outside forest area वन क्षेत्र के बाहर वन क्षेत्र में 1143 वर्ग किलोमीटर की वृद्धि

૭૬માં વન મહોત્સવ અંતર્ગત રાજ્યના ૨૪માં સાંસ્કૃતિક વન તરીકે ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં ૭ હેક્ટરમાં નિર્માણ થયેલા ગળતેશ્વર વનનું લોકાર્પણ કર્યુ હતું. ગુજરાત સ્ટેટ વેટ લેન્ડ ઓથોરિટીની વેબ સાઈટનું લોન્ચીંગ કર્યા હતા.
મિયાવાકી પદ્ધતિથી રાજ્યમાં ૨૦૭ વન કવચ નિર્માણ, ૮૨ વડ વનથી વન વિસ્તાર બહારનું ગ્રીન કવર વધીને ૧૧૪૩ ચોરસ કિલોમીટર થયું છે. ગુજરાતે ગયા વર્ષે ૧૭.૫૦ કરોડ રોપાના વાવેતર સાથે દેશમાં બીજું સ્થાન મેળવ્યુ અને આ વર્ષે રાજ્યમાં ૧૦.૩૫ કરોડ રોપાના વાવેતરનો લક્ષ્યાંક છે .

ચાલુ વર્ષે સામાજિક વનીકરણ હેઠળ ૩૯,૨૯૫ હેક્ટરમાં વાવેતર અને ૨૦ અર્બન ફોરેસ્ટના નિર્માણનું આયોજન છે. પંચરત્ન ગ્રામ વાટીકા મોડલ હેઠળ ૧૦૦૦ ગામોમાં ગામ દીઠ ૫૦ રોપા વાવવામાં આવશે. ૨૦૨૫-૨૬માં ૩૪ પવિત્ર ઉપવનો બનશે અને ૧૯,૮૯૫ હેક્ટરમાં ૧૫૩.૯૦ લાખ રોપાઓનું વાવેતર થશે.

વર્ષ ૨૦૨૫-૨૬ માં “હરિત વન પથ” યોજના હેઠળ રોડસાઇડ અને કોસ્ટલ હાઇવે પર ૧૦૦ હેક્ટરમાં વૃક્ષોનુ વાવેતર, એગ્રો ફોરેસ્ટ્રી હેઠળ ૩૫,૦૦૦ હેક્ટરમાં ખેતરોમાં વૃક્ષારોપણ, ૧૩૦ અમૃત સરોવરો ફરતે ૨૦૦ રોપા દીઠ વાવેતર અને ૧૩૬ વનકુટીર નિર્માણ અને ૧૦૦ કિસાન શિબિર થશે.