ભારતના ૧ર રાજયો સહિત વિશ્વના ૩૬ દેશોમાં ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ મૂકાયા બાદ હવે રહી રહીને ગુજરાતની રૂપાણી સરકાર યુવાનોમાં ઓન લાઇન મંગાવવામાં આવતીઆરોગ્ય માટે જોખમી એવી ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવા કાયદામાં ફેરફાર કરાશે. આ 12 રાજ્યોમાં પંજાબ રાજ્ય, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, બિહાર, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને ઝારખંડનો સમાવેશ થાય છે. 2015થી પ્રતિબંધ મૂકવાનું શરૂ થયું છે ત્યારે ગુજરાત 5 વર્ષ પછી સફાળુ જાગ્યું છે.
ઇલેકટ્રોનીક નિકોટીન ડીલીવરી સિસ્ટમ (ENDS)દ્વારા ઓન લાઇન મંગાવાવામાં આવે છે. ઇ-સિગારેટ બેટરીથી ચાલતું એક એવું સાધન છે કે તેમાં રહેલા પ્રવાહીને એરોસોલમાં પરિવર્તીત કરે છે કે જેનેઇ-સિગારેટ પીનાર શ્વાસમાં લે છે અને બહાર કાઢે છે. ઇ-સિગારેટ જે પ્રવાહી હોય છે. તેમાં નિકોટીન, પ્રોપીલીનગ્લાયકોલ ગ્લિસરીન ફલેવરીંગ્સ અને અન્ય રસાયણો હોય છે.
રીસર્ચ ઉપરથી એ સાબિત થયું છે કે ઇ-સિગારેટના એરોસોલમાં ઘણા હાનિકારક તત્વો ઉપરાંત ડાયાસીટીલ નામનું રસાયણ કે જે ફેફસાના રોગો માટે જવાબદાર હોય છે. તેમજ તેમા શિશુ જેવા ધાતુઓ અને કેન્સરમાં પરિણમે તેવા રસાયણો હોય છે. ઇ-સિગારેટના ઉત્પાદકો એવો દાવોકરતાં હોય છે કે ઇ-સિગારેટમાં નિકોટીન હોતું નથી. પરંતુ ઇ-સિગારેટમાં પણ નિકોટીનની હાજરી જોવા મળેલ છે. ઇ-સિગારેટ બાળકો માટે ખૂબ જ નુકશાનકારક છે અને આવા બાળકોને તેની લત પડી જાય છે. તેથી બાળકો અને ૨૦ વર્ષની આજુબાજુની ઉંમરના જવાન છોકરાઓને મગજના વિકાસમાં અવરોધરૂપ બને છે.
જયારે કોઇ વ્યક્તિ ઇ-સિગારેટનો ઉપયોગ કરતી હોય ત્યારે તેની જોડે ઉભેલી વ્યક્તિ પણ ઇ-સિગારેટમાં રહેલ એરોસીલ અનેઅન્ય રસાયણોનો પણ ભોગ બને છે. ઇ-સિગારેટ પીવાનો આજકાલના કુમળી વયના બાળકો તેમજ યુવકોમાં એકપ્રકારનો શોખ પેદા થયો છે.
ઈ-સિગારેટના શોખીનો માટે એક ચેંતવણી સમાન બાબત પ્રકાશમાં આવી છે. ઈ-સિગારેટ મોંઢાના ડીએનએ નષ્ટ કરનાર તત્વોના સ્તરને વધારે છે, જેના કારણે મોંઢાના કેન્સરનું કારણ બની શકે છે. ઈ-સિગારેટ પીધા બાદ નષ્ટ થયેલા ડીએનએ ને 5માંથી 4ના ડીએનએ ફરી જીવંત ન કરી થાય તો કેન્સર થવાનો ખતરો વધે છે. ઈલેક્ટ્રોનિક સિગારેટ પીવાથી અજાણ્યું નુકસાન પણ થાય છે. શરીરના કોષોની યોગ્ય રીતે જીવંત ન થાય તો કેન્સર વિકસી શકે છે. સામાન્ય સિગારેટથી નીકળનાર તમાકૂથી અનેક ગણો વધારે કાર્સિનોજેન્સ ઈ-સિગારેટ પીવાથી વધે છે. ત્રણ ડીએનએ ને નષ્ટ કરનાર તત્વોની ઓળખ કરી છે, જેમાં ફોરમાલડિહાઈડ, એક્રોલિયન અને મિથાઈજિયાલાયોક્સલ સામેલ છે.
અમેરીકામાં ૧૩.૫ ટકા મીડલ સ્કૂલના વિદ્યાર્થીઓ, ૩૭.૭ ટકા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને ૩૫.૮ ટકા યુવાનો(૧૮ થી ૨૪ વર્ષ) ઈ-સિગારેટ પીવે છે અને ૧૬.૪ ટકા ૨૫ વર્ષથી ઉપરની વયના લોકો ઈ-સિગારેટ પીવે છે.
ગુજરાત રાજયમાં ઇ-સિગારેટના વેચાણ ઉપર કોઇ પ્રતિબંધ ન હોવાના કારણે તે સહેલાઇથી ઓન લાઇન ઉપલબ્ધ છે. ફ્રુડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશન, અમેરિકાના નિયમો પ્રમાણે ૧૮ વર્ષ અને તેથી મોટી ઉંમરની વ્યક્તિઓ જ ઇ-સિગારેટ ખરીદી શકે છે. પરંતુ ભારતમાં ઓનલાઇન અથવા અન્ય કોઇ વેચાણ પર કોઇ પ્રતિબંધ ન હોવાથી ૧૮ વર્ષથી નીચેના બાળકો પણ ઇ-સિગારેટ ખરીદી શકે છે. ઇ-સિગારેટની તેમને લતલાગતા શારિરીક તેમજ આર્થિક રીતે બરબાદીને આમંત્રણ આપે છે. આ પ્રકારની બદી રાજયના યુવા ધનમાં વધારે ખરાબ અસરો ઉભી ન કરે તે હેતુથી પ્રતિબંધ મૂકાશે.