12 વિજ્ઞાનનું પરિણામ : આખા રાજ્યની તમામ વિગતો જાણો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજે 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામની સાથે ગુજકેટનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં સમગ્ર રાજ્યનું 71.90 ટકા પરિણામ જાહેર થયું છે જે વર્ષ કરતાં એક ટકો ઓછું છે. ગુજરાતમાંથી 1.47 લાખ વિદ્યાર્થી અને ગુજકેટમાં 1.34 લાખ વિદ્યાર્થીએ પરિક્ષા આપી હતી. ધો.12 સાયન્સ સેમેસ્ટર સિસ્ટમના 10 હજાર વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. બપોર સુધીમાં શાળાઓ પર ધો.12 સાયન્સ અને ગુજકેટની માર્કશીટ મોકલી દેવામાં આવી છે.

100% ધરાવતી શાળાઓ ઘટી, 10%થી ઓછું પરિણામવાળી શાળાની સંખ્યા વધી ગયા વર્ષે આ સંખ્યા 42 હતી. જ્યારે બીજી બાજુ 10 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 49 છે. 100% ધરાવતી શાળાઓ ઘટી છે. 10%થી ઓછું પરિણામવાળી શાળાની સંખ્યા 26માંથી વધીને 49 શાળા થઈ છે.

100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની કુલ સંખ્યા 35 નોંધવામાં આવી છે,,જે ગયા વર્ષે 42 હતી. દરેક વખતની જેમ આ વખતે પણ વિદ્યાર્થિનીઓએ જ બાજી મારી છે. આ વખતે 71.80 ટકા વિદ્યાર્થીઓ અને 72.01 ટકા વિદ્યાર્થિનીઓ પાસ થયા છે. રાજ્યમાં 84.17 ટકા પરિણામ સાથે રાજકોટ જિલ્લો પ્રથમ આવ્યો છે.