રાજકોટના લોધીકા તાલુકાના વાડાધરી ગામે આનંદી આશ્રમની સીતારામ ગૌશાળામાં 1500 ગાયો છે. ગાયો દત્તક લીધેલી છે. આજુબાજુના 3 તાલુકાના ઉદ્યોગપતિ દ્વારા આર્થિક સહાય મળે છે. ગૌશાળાની ગાયોનું દૂધ-છાશ, આજુબાજુના ગામોમાં ગરીબ ઘરોને તદ્દન ફ્રી આપવામાં આવે છે. તેમજ ગાયના શુધ્ધ ઘીનો શીરો દરરોજ રાજકોટ જનાના હોસ્પિટલમાં ડિલવરીવાળી બહેનોને ફ્રી પહોંચાડવામાં આવે છે.
છેલ્લા 17 વર્ષથી 1200થી વધુ ગાયોનો નિભાવ થઇ રહેલો છે. વર્ષો પહેલા નાનો પાયે શરૂ થયેલી
રાજુ રામ બાપુનું જીવન પણ પ્રેરણા દાઇ છે. ઇ.સ. ૧૯૬૧માં જન્મેલા બાપુએ તેમના ગુરૂ લક્કડદાસ બાપુના આદેશ અનુસાર ૧૮માં વર્ષે સન્યાસ ધારણ કરી લીધેલો. કુટુંબની જવાબદારી સાથોસાથ સેવા પ્રવૃત્તિ પણ ચાલુ રાખી હતી. શરૂઆતમાં રાજકોટ ખાતે એસ.ટી. વર્ક શોપ, ગુરૂકુળ તથા માલવીયા કોલેજ પાસે પાણીની પરબ શરૂ કરેલ અને પાણીની વ્યવસ્થા માટે તેમણે રીક્ષા ખરીદી તે દ્વારા પાણી ભરી પરબ ચલાવતા હતા.
આનંદી આશ્રમની સ્થાપના કરી, આજુબાજુની રખડતી, ભટકતી, બે સહારા ગાયોને અહીં લાવવામાં આવતી હતી. ૧રપ જેટલી ગયો અને પરીણામ સ્વરૂપ આજે વિશાળ જગ્યામાં આનંદી આશ્રમ -સીતારામ ગૌશાળા એક ગોકુળીયા ગામની મીશાલ બની છે. વિશાળ જગ્યામાં આનંદી આશ્રમનું નિર્માણ કાર્ય થયેલ છે. આશ્રમમાં ઘાસચારાના ગોડાઉનો, સત્સંગ કક્ષ, વિશાળ ભોજનાલય જે દરેક સુવિધાથી સજ્જ છે. એક સાથે સેંકડો ભાવિકો ભોજન-પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા છે.
અંધ અપંગ ગાયોની થાય છે સેવા, ગૌમુત્ર, દુધ, ઘી, છાશ કોઇપણ ચીજોનું વેચાણ કરાતુ નથી. ગૌશાળાની દુઝણી ગાયોનું દૂધ વેચવામા આવતું નથી. દૂધ, દહીં, છાસ અન્નક્ષેત્રમાં ઉપયોેગમાં લેવામા આવે છે. દરરોજ સવારે બે મણ ઘઉંના લોટનો શુદ્ધ ઘીમાં બનાવેલો શીરો બનાવી નજીકની શહેરની હોસ્પીટલે દર્દીઓને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. જ્યારે રોજ ૩૦૦થી વધુ ટીફીન સેવા શહેરી વિસ્તારોમાં ગરીબ, અપંગ, વૃદ્ધોને કોઈપણ નાતજાતના ભેદભાવ વગર પહોંચાડવામાં આવે છે. ગરીબ પરિવારમાં તથા સીમ વિસ્તારમાં રહેતા પરિવારોમાં ડીલીવરીના કેસ સબબ આશ્રમ તરફથી શુદ્ધ ઘી સહિતની સામગ્રી અપાય છે.