1248 કરોડના 4.80 લાખ સસ્તા મકાનો બનશે

ગુજરાતમાં ઓછી આવક ધરાવતાં તમામ લોકોને વર્ષ૨૦૨૨ સુધીમાં ઘર પૂરા પાડવા  ૪,૮૦,૦૦૦ નવા ઘર મંજૂર કરવામાં આવ્યાં છે. આ માટે ચાલુ વર્ષે કુલ રૂ.૧૨૪૮ કરોડની ફાળવણી કરવામાં આવેલી છે. અત્યાર સુધી ૨.૬૨ લાખ આવાસો અંગેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ઝૂંપડપટૃી પુનઃવસન, કેડ્રીટ લીંક સબસીડી,એફોર્ડેબલ હાઉસ ઇન પાટર્નરશીપ અને લાભાર્થીની આગેવાની હેઠળ ઘર બાંધકામ માટે સહાય એમ ચાર ઘટક માટે વિવિધ સહાય આપવામાં આવે છે. કેડ્રીટ લીંક સબસીડી કંપોનન્ટ હેઠળ ગુજરાત સહાય આપવામાં દેશભરમાં પ્રથમ ક્રમે છે.