13 કરોડ ખેડૂતો માટે 2516 કરોડના ખર્ચ 63,000 PACS કોમ્પ્યુટરાઇઝડ કરાશે

બેંકનું મજબૂતીકરણ થયું છે, દેશમાં માત્ર 5 ટકા નોન પરફોર્મિંગ એસેટ્સ (NPA) અને 22 ટકા ડિવિડન્ડ ધરાવતી બેંકોની સંખ્યા ખૂબ જ ઓછી છે અને ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક તેમાંથી એક છે. તે ગુજરાતની સૌથી જૂની બેંકોમાંની એક છે. આ બેંકની 49 શાખાઓ અને લગભગ 1205 કરોડ રૂપિયાની મૂડી 115 વર્ષ જૂની આ બેંકના ઇતિહાસની સાક્ષી પૂરે છે.

ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે રૂપિયા 3.25 કરોડના ખર્ચે આ આધુનિક તાલીમ ભવનનું નિર્માણ કરવાનું નક્કી કર્યું હતું. આ ભવનના માધ્યમથી ભરૂચ જિલ્લાની તમામ પ્રકારની સહકારી સંસ્થાઓને તાલીમ આપવામાં આવશે.

મંત્રીમંડળે પ્રાથમિક કૃષિ ક્રેડિટ સંઘ (PACS)ના કોમ્પ્યુટરાઇઝેશનને મંજૂરી આપી. (29 જૂન 2022)

· એકંદરે રૂપિયા 2516 કરોડના બજેટ ખર્ચ સાથે 63,000 કાર્યાત્મક PACS કોમ્પ્યુટરાઇઝડ કરવામાં આવશે.

· તેનાથી અંદાજે 13 કરોડ ખેડૂતોને ફાયદો થશે જેમાંથી મોટાભાગના ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે.

· તેનાથી પારદર્શિતા, કાર્યક્ષમતા આવશે, વિશ્વસનિયતામાં વધારો થશે અને PACS ને પંચાયત સ્તરે નોડલ ડિલિવરી સર્વિસ પોઇન્ટ બનવામાં મદદ મળશે.

· તેના મુખ્ય ઘટકોમાં ડેટા સ્ટોરેજ, સાઇબર સુરક્ષા, હાર્ડવેર, હાલના રેકોર્ડનું ડિજિટાઇઝેશન, તેની જાળવણી અને તાલીમ સાથેના ક્લાઉડ આધારિત એકીકૃત સૉફ્ટવેર છે.

· આ સૉફ્ટવેર સ્થાનિક ભાષામાં ઉપબલ્ધ કરાવવામાં આવશે જેમાં રાજ્યોની જરૂરિયાતો અનુસાર ફેરફાર કરવાની સુગમતા પણ રહેશે. કેન્દ્ર અને રાજ્ય સ્તરે પ્રોજેક્ટ વ્યવસ્થાપન એકમો (PMU) ની સ્થાપના કરવામાં આવશે. અંદાજે 200 PACS ના ક્લસ્ટરમાં જિલ્લા સ્તરીય સહાય પણ પૂરી પાડવામાં આવશે. એવા રાજ્યોના કિસ્સામાં, કે જ્યાં PACS નું કોમ્પ્યુટરાઇઝેશન પૂરું થઇ ગયું છે, જો PACS સામાન્ય સૉફ્ટવેર સાથે સંકલન કરવા/તેને અપનાવવા માટે સંમત થાય, તેમનું હાર્ડવેર જરૂરી વિશિષ્ટતાઓને પૂરી કરતું હોય અને સૉફ્ટવેર 1 ફેબ્રુઆરી, 2017 પછી કાર્યરત કરવામાં આવ્યું હોય તો, તેવા કિસ્સામાં પ્રત્યેક PACS દીઠ રૂપિયા 50,000/-નું વળતર આપવામાં આવશે.

· દેશની તમામ સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી કુલ KCC લોનમાં PACSનો હિસ્સો 41% (3.01 કરોડ ખેડૂતો) છે અને PACS દ્વારા આપવામાં આવતી આ KCC લોનમાંથી 95% (2.95 કરોડ ખેડૂતો) નાના અને સીમાંત ખેડૂતો છે.

· સમગ્ર દેશમાં તમામ PACS ને કોમ્પ્યુટરાઇઝ કરવા અને તેમને રાષ્ટ્રીય સ્તરે એક સામાન્ય પ્લેટફોર્મ પર લાવવા માટે અને તેમના રોજિંદા વ્યવસાય માટે એક સામાન્ય એકાઉન્ટિંગ સિસ્ટમ (CAS) રાખવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

· PACS નું કોમ્પ્યુટરાઇઝેશન કરવાથી નાણાકીય સમાવેશના હેતુને પૂરો પાડી શકાશે અને ખેડૂતોને જેમાં ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો (SMF)ને સેવાની ડિલિવરી મજબૂત કરી શકાશે તે ઉપરાંત, વિવિધ સેવાઓ અને ખાતર, બિયારણ વગેરે જેવા ઇનપુટ્સની જોગવાઇ માટે નોડલ સર્વિસ ડિલિવરી પોઇન્ટ તરીકે પણ તે કામ કરશે.

· આ પ્રોજેક્ટ ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલાઇઝેશનમાં સુધારો કરવામાં મદદ કરશે તે ઉપરાંત, બેંકિંગ પ્રવૃત્તિઓ તેમજ નોન-બેંકિંગ પ્રવૃત્તિઓ માટે આઉટલેટ તરીકે પણ PACS ની પહોંચને સુધારવામાં મદદ મળી રહેશે.

· ત્યારપછી DCCB વિવિધ સરકારી યોજનાઓ (જ્યાં ધિરાણ અને સબસિડી સામેલ હોય છે) હાથ ધરવા માટેના એક મહત્વપૂર્ણ વિકલ્પ તરીકે પોતાની નોંધણી કરાવી શકે છે જેનો અમલ PACS દ્વારા કરી શકાય છે.

 

3. ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટે (CGTMSE) તારીખ 03.02.2022ના રોજ બહાર પાડવામાં આવેલા પોતાના પરિપત્ર નંબર 194/2021-22 દ્વારા બિન-અનુસૂચિત શહેરી સહકારી બેંકો, રાજ્ય સહકારી બેંકો અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોને ચોક્કસ પાત્રતા માપદંડ સાથે યોજનાની સભ્ય ક્રેડિટ સંસ્થાઓ તરીકે અધિસૂચિત કરી છે. આનાથી સહકારી ક્ષેત્ર સુધી CGTMSE યોજનાની પહોંચમાં વધારો થશે અને સહકારી આધારિત આર્થિક વિકાસ મોડલને પ્રોત્સાહન આપવા માટે સહકારી સંસ્થાઓને પર્યાપ્ત, પરવડે તેવું અને સમયસર ધિરાણ આપવામાં મદદ મળશે.

 

4. 08 જૂન, 2022 ના રોજ, RBIએ સહકારી ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ નીતિ નિર્ણયોની જાહેરાત કરી: –

· સૌથી પહેલા, શહેરી સહકારી બેંકો (UCB) માટે વ્યક્તિગત હાઉસિંગ લોન મર્યાદા ટિયર-I UCB માટે રૂ. 30 લાખ હતી તે વધારીને રૂ. 60 લાખ અને ટિયર-II UCB માટે રૂ. 70 લાખ હતી તે વધારીને રૂ. 1.40 કરોડ અને ગ્રામીણ સહકારી બેંકો (RCB) માટે રૂ. 20 લાખ અને રૂ. 30 લાખ હતી તે બમણા કરતાં પણ વધારવામાં આવી છે. આ મર્યાદા વધારીને અનુક્રમે રૂપિયા 50 લાખ અને રૂપિયા 75 લાખ કરવામાં આવી છે.