8 નવેમ્બર 1888ના રોજ કરાંચી થઈ કચ્છના માંડવી બંદરેથી મુંબઈ જવા નીકળેલા વૈતરણા નામના જહાજ ઉપર 746 માણસો સાથે 9 નવેમ્બર, 1888ના રોજ પોરબંદરથી વેરાવળ વચ્ચે ડૂબી ગઈ હતી. જેના 130 વર્ષ પછી પણ તેના કોઈ પુરાવા હાથ લાગ્યા નથી. ગુજરાત સરકારે તેના પુરાવા મેળવવા માટે કોઈ પ્રયાસો કર્યા નથી.
તે ગુજરાતની ‘ટાઈટેનિક’ જેવી વાત છે. ટાઈટેનિક પહેલાની આ ઘટના છે, ટાઈટેનિકના અવશેષ મેળવાયા છે. પણ ગુજરાતની વીજળી નામે ઓળખાતી વેટર્ના શોધવા માટે એક પણ સરકારે કંઈ કર્યું નથી. દરિયામાં તો શોધવાનો પ્રયાસ થયો નથી પણ તેના દસ્તાવેજો મુંબઈ અને ઈગ્લેન્ડમાં હોવા છતાં તે મેળવવા માટે પણ કોઈ પ્રયાસ કરાયો નથી.
વૈતરણાની 11મી સફર હતી. તેના પર વીજળીના બલ્બ હતા. આ પ્રકારે વીજળીના દીવા હોય એવું તે ગુજરાતનું પહેલું જહાજ હાજી કાસમ ઈબ્રાહિમ નામના કેપ્ટન ચલાવતાં હતા. જેના માલિક શેફર્ડ અન્ડ કંપની હતી. પોરબંદરના એજન્ટનું નામ હાજી કાસમ નૂર મહંમદ હતું.
લોકમૂખે તેનું નામ હાજી કાસમ તારી વીજળી પડી ગયું હતું. પણ તેનું નામ વેટર્ના હતું. જેનું નિર્માણ ઇંગ્લન્ડના ગ્લાસગો શહેરમાં થયું હતું. જેનું મૂળ નામ અંગ્રેજી ‘એસ. એસ. વેટર્ના’ (એટલે કે સ્ટીલ શીપ વેટર્ના) હતું. ગુજરાતનું પોતાનું એ જહાજ હતું. જે કરાંચી અને મુંબઈ વચ્ચે ગુજરાત થઈને માણસોની હેરાફેરી કરવાનું કામ કરતું હતું. 8 રૂપિયાના દરે આ જહાજ માંડવીથી મુંબઈની સફર ૩૦ કલાકમાં પૂરી કરતું હતું.
વૈતરણા માંડવી બંદર પર ગુરૂવાર વિક્રમ સવંત 1945ની કારતક સુદ પાંચમના રોજ બપોરે લાંગર્યું હતું અને 520 પ્રવાસીઓને લઈને દ્વારકા માટે રવાના થયું. દ્વારકા પહોંચ્યા બાદ વધુ પ્રવાસીઓ લીધા બાદ સંખ્યા 703 થઈ હતી. તે પોરબંદર માટે રવાના થયું. સાંજ પડતાં તે માંગરોળના દરિયા કિનારે દેખાયું હતું અને કેટલાંક લોકોએ તેને માધવપુર (ઘેડ) નજીક ભારે તોફાનમાં તૂટેલું દેખાયું હોવાનો દાવો કર્યો હતો. બીજા દિવસે જહાજને ખોવાયેલું જાહેર કરવામાં આવ્યું હતું.
જાણીતા સંશોધક સાહિત્યકાર વાય. એમ. ચીતલવાલાએ થોડા વર્ષો પહેલાં તેના દસ્વાજેનો મેળવીને સાચી હકીકતો જાહેર કરી હતી. ત્યાં સુધી જે અંગે ઈતિહાસમાં કોઈ વિગતો ન હતી.
વૈતરણા ડૂબી ત્યારે તેમાં 746 મુસાફરો હોવાનું તેમણે પહેલી વખત જાહેર કર્યું હતું. ત્યાં સુધી એવું માનવામાં આવતું હતું કે કરુણાંતિકામાં 1,300 મુસાફરો, જાનૈયા અને મુંબઈ પરિક્ષા આપવાં જતાં વિદ્યાર્થીઓ હતા. કચ્છની 13 જાનો હતી. વાણિયા, શાહુકારો અને કેટલાક અંગ્રેજો પણ હતા.
વીજળી ઇંગ્લન્ડના ગ્લાસગો શહેર સ્થિત શેફર્ડ અન્ડ કંપનીની 3 વર્ષ જૂની વૈતરણા સ્ટીમર હતી, તેનું વજન 63 ટન, લંબાઈ 170.1 ફૂટ, પહોળાઈ 26.5 ફૂટ અને ઊંડાઈ 9.9 ફૂટ હતી, જ્યારે તેની ક્ષમતા 1,047 મુસાફરોની હતી, જ્યારે કલાકની 13 કિલોમીટરની ઝડપ હતી, એન્જિનની ક્ષમતા 73 હોર્સ પાવરની હતી. વૈતરણા ગ્રેંજમથ ડોકયાર્ડ કાું. લિ. દ્વારા 1885માં બનાવવામાં આવેલું વરાળથી ચાલતું અને સ્ટીલથી બનેલું જહાજ હતું. તેને બનતા 3 વર્ષ લાગ્યા હતા. 3 મજલા, 25 ઓરડા હતા અને 2 જહાજસ્થંભો હતા. તેની વજન ક્ષમતા 292 ટન હતી જેમાં 258 ટન તૂતકની નીચે હતી. વરાળ એન્જિનને 2 સિલિન્ડર હતા, જેનો વ્યાસ 21 ઈંચ હતો અને જે 42 ઈંચ અને 30 ઈંચના હડસેલા વડે 73 હોર્સપાવર શક્તિ ઉત્પાદન કરતા હતાં. આ એન્જિનનું ઉત્પાદન ડુન્સમુર એન્ડ જેક્સન, ગ્લાસગોએ કર્યું હતું.
માંડવી બંદરથી દ્વારકામાં એક મુસાફરને ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ પોરબંદર પહોંચી ત્યારે પોરબંદરના કલેક્ટર લેલીએ તેને રોકાઈ જવા માટે કહ્યું કારણ કે દરિયામાં તોફાન શરૂ થયું હતું. પણ કેપ્ટન કાસમને એવું હતું કે આ લોખંડનું જહાર ક્યારેય ડૂબે નહીં. તેથી તે વેરાવળ થઈને મુંબઈ જવા માટે તૈયાર હતો. પણ પોરબંદરના અંગ્રેજ અધિકારીએ પોરબંદરના મુસાફરોને બેસવાની મંજૂરી આપી ન હતી. પણ વેટર્ના જો જવા નિકળી ગઈ. તેથી પોરબંદરના મુસાફરો બચી ગયા હતા. પોરબંદરથી માંગરોળ થઈને વેરાવળ થઈ મહુવા અને ભાવનગર થઈને મુંબઈ પહોંચવાની હતી. વેટર્નાએ પોરબંદર છોડ્યા બાદ દરિયામાં ભયાનક તોફાન શરૂં થયું હતું. તેમાં જહાજ ક્યાં ડૂબી ગયું તે નક્કી ન કરી શકાયું.
પોરબંદરના અંગ્રેજ વહીવટદાર ‘લેલી’એ હાજી કાસમને સંભવિત ખતરાની ચેતવણી અગાઉથી જ આપી દીધી હતી, પરંતુ હાજી કાસમે એ ચેતવણીને અવગણી, જેના પરિણામે 746 લોકોનો ભોગ લેવાયો હતો.
વાવાઝોડા અને દરિયાના કાબુ બહારના ઉછળતાં મોજાના કારણે જહાજ બંદરમાં દાખલ થઈ શકે તેમ પણ ન હતું. વેટર્ના બંદરથી છેક દોઢ કિલોમીટર દૂર ઊભી રહી હતી. બંદરની દીવાદાંડી પર ભયસૂચક સિગ્નલો ચડાવ્યાં હતા.
14 એપ્રિલ, 1912ના રોજ બ્રિટનનું જહાજ આર. એમ. એસ. ‘ટાઈટેનિક’ની ટક્કર એક હિમશિલા સાથે થઈ અને 1,517 જેટલા મુસાફરો દરિયાના પેટાળમાં ગરકાવ થઈ ગયા હતા.
કરુણાંતિકાને 130 વર્ષ વીતવા છતાં આજે પણ શરદ ઋતુની ઠંડી રાતોમાં કચ્છ – સોરાષ્ટ્રના દરિયા કિનારે દરિયાખેડૂ કુટુંબની યુવતીઓ ‘ફટ ગોઝારી વીજળી મારા તેરસો માણહ જાય…’ના રાસડાના છાજીયા લે છે. ‘હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ ’ આ લોકગીત આજે પણ સૌરાષ્ટ્ર – કચ્છના લોકડાયરાઓમાં ગવાય છે. ત્યારે સાંભળનાર અને ગાનાર બંનેની આંખો ભીની થયા વિના રહેતી નથી.
આ કરુણાંતિકાને લોકો હજું ભુલ્યા નથી. પણ સરકાર ભૂલી ગઈ છે.
સમદ્રમાં વૈતરણા ગરકાવ થઈ પછી તેને શોધવા માટે કંપનીએ દરિયાકાંઠે તપાસ કરી. સામે અરબસ્તાન અને અબરી સમુદ્રના કાંઠાના દેશોમાં ભંગાર શોધવા માટે તપાસ કરી હતી. પણ તેના અવશેષ ક્યાંય મળ્યા ન હતા.
દરિયાનું પાણી એટલું હતું કે તેની ભરતીની અસર ભાદર નદીમાં 100 કિલોમીટર દૂર ઉપલેટા સુધી પાણી આવ્યું હતું.
જ્યાં પેટાળમાં દરિયો ફાટે છે. તે ફાટમાં વૈતરણા જતી રહી હોવી જોઈએ. આ એક અનુમાન છે. પણ તેની ચકાસણી ગુજરાતના લોકોની પોતાની સરકાર કે તે સમયના રાજવીઓએ કોઈ પ્રયાસ કર્યા ન હતા. હવે ગુજરાત સરકારે તેની શોધ ખોળ કરીને ખરેખર તે ક્યાં ડૂબી છે તેના પૂરાવા મેળવવા જોઈએ એવું ઇતિહાસ વીદ્દો માની રહ્યાં છે.
જહાજની દુર્ઘટના પછી, મુંબઈ પ્રેસિડેન્સીએ આ મામલાની તપાસ માટે એક સમિતિ બનાવી હતી. તપાસમાં એવું તારણ નીકળ્યું કે વૈતરણા જહાજ સલામતીની દ્રષ્ટિએ સજ્જ નહોતું. તેમાં પૂરતી સંખ્યામાં જીવનરક્ષક નૌકાઓ અને પોષાકો નહોતાં. ભારે તોફાનને કારણે જહાજ ડૂબી ગયું હતું. વૈતરણા પ્રકારના જહાજોમાં તપાસ કરતાં તેમાં ખરાબીઓ જોવા મળી હતી. આજે ઈતિહાસ વીદો અને સમુદ્ર શાસ્ત્રીઓને એ સવાલ થાય છે તે દિવસો સુધી તેની શોધખોળ કરવામાં આવી છતાં તેના અવશેષો મળ્યા ન હતા. તો તે ડૂબી ક્યાં ? તેના પર રહેલો સામન દરિયામાં ક્યાંય તરતો મળ્યો ન હતો.