રિલાયન્સ જૂથની દાદાગીરી હજુ પણ ચાલુ છે. ખેડૂતોને ધમકાવ્યા હતાં. પોલીસને સાથે રાખી પત્રકાર સાથે પણ ગેર વર્તુણક કરી હતી. રિલાયન્સ જૂથનાં ભાવિક બરછાએ પત્રકારોને ખેડૂતોના ખેતરમાંથી બહાર કાઢવાની વાત કરી હતી. ગુજરાતમાં જામનગરના પત્રકારો રિલાયન્સ જૂથ આગળ કંઈ બોલી ન શકે એવી સ્થિતિ કરવામાં આવી છે.
હજુ થોડા દિવસ પહેલાં જ હાર્દિક પટેલ જામનગરથી પોતાના એફબી પેજ પર લાઇવ થઇને સંબોધન કર્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે જામનગરમાં જે થાય છે તે રિલાયન્સને પૂછીને કરવામાં આવે છે. ચાર ધામ પૈકી એક દ્વારકા સુધી રસ્તો કેમ ન બનાવવામાં આવ્યો. રિલાયન્સ માટે ફાયદો થાય તે માટે ત્યાં સુધી રસ્તો બનાવવામાં આવ્યો છે. મારે ચૂંટણી લડવી કે નહીં તે કોર્ટ નક્કી કરશે. હું ચૂંટણી લડીશ તો રિલાયન્સ રૂ.500 કરોડ મારી બગાડશે.
છેલ્લા કેટલાય દિવસથી જામનગર લોકસભાના 10 તાલુકાઓમાં ફર્યો છું અને ત્યાંના મુખ્ય મુદ્દાઓ, સમસ્યાઓ, રિલાયન્સ કંપનીની દાદાગીરી આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. હું ચૂંટણી લડું તો રિલાયન્સે કરોડો રૂપિયા વાપરવા તૈયારી કરી લીધી છે. કારણ કે, વિરોધીઓ જાણે જ છે જો હું જીતીશ તો તેઓની પોલ ખુલશે. માટે જ ઉપરથી સૂચના છે કે, પૈસા બગાડો, આ 25 વર્ષનો છોકરો જીતીને દિલ્હી ન આવવો જોઇએ. તેમ હાર્દિક પટેલે જણાવ્યું હતું.
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની વાત સાચી પડી છે.
તેથી ભારત સરકારે રિલાયંસ ઇન્ડસ્ટ્રિસ પર રૂ.6600 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કંપની પર આ દંડ તેને કેજી-ડી 6 ગેસ બ્લોકથી પ્રોડક્શનમાં તેજીમાં ઘટાડાને કારણે ફટકાર્યો છે. આ દંડ બાદ પેટ્રોલિયમ મંત્રાલય અને કંપની વચ્ચે આ મામલાને લઇને વિવાદ છેડાયો છે.
પેટ્રોલિયમ મંત્રાલયે રિલાયન્સે પ્રોડક્શનમાં ઘટાડાને લઇને નોટિસ ફટકારાઇ હતો અને તેમાં કહેવાયું હતુ કે રિલાયન્સે પ્રોડક્શન શેયરિંગ કોન્ટ્રાક્ટનું ઉલંધન કર્યું હતુ. કંપનીએ મંજૂરી આપવામાં આવેલા પ્લાનમાં જેટલા કુવા ખોદવાનું વચન આપ્યું હતું તેના કરતાં ઓછાં કુવા ખોદ્યાં હતાં. જોકે કંપનીનું કહેવું છે કે આવા સંજોગોમાં વધારે કુવા ખોદવાથી કોઇ ફાયદો નહોતો. પરંતું સરકારનો તર્ક છે કે કંપનીએ આમ જાણીજોઇને કર્યું છે.
કેન્દ્ર સરકાર તેમને દંડ કરે પણ જામનગરમાં ખેડૂતોને પરેશાન કરતી રિલાયંસને ગુજરાતની રૂપાણી સરકાર પગલાં ભરવાના બદલે પોલીસ મોકલીને મદદરૂપ થઈ રહી છે.
ગયા ચોમાસામાં જામનગરથી 30 કિલોમીટર દૂર ખાવડીમાં ભારે વરસાદથી રિલાયન્સ રિફાઇનરી અને મોલમાં પાણી ઘૂસ્યા હતા. રિલાયન્સ મોલમાં ગોઠણડૂબ સુધીના પાણી ભરાયા હતા. તેમજ રિફાઇનરીમાં પણ કેડસમા પાણી ભરાયા હતા. તેથી રિફાઇનરી બંધ કરી દેવી પડી હતી અને શેરના ભાવ તૂટી ગયાં હતાં. આસપાસના ખેતરોમાં પાણી ભરાયા ત્યારે ખેડૂતોને રિલાયંસ દ્વારા કોઈ મદદ કરી નહતી.
એશિયાનાં ત્રીજા અને દેશનાં સૌથી ધનવાન વ્યક્તિ મૂકેશ અંબાણી પાસે નાણાંની કોઇ તંગી નથી. જરૂર પડે તો તે સરકારને લોન આપી શકે તેમ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું કુલ કદ 38 અબજ ડોલર એટલે કે લગભગ રૂ.24.70 ખર્વ છે. અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર 12 અબજ ડોલર એટલે કે 7 ખર્વનું દેવું છે. છેંલ્લા 15 વર્ષનું આ સૌથી વધારે દેવું છે. તેમણે આ તમામ લોન અલગ અલગ સમયે લીધેલી છે. ટેલિકોમ વેન્ચર, રિલાયન્સ જીયો ઇન્ફોકોમ અને જામનગર રિફાઇનરી માટે આ લોન્સ લેવાયેલી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર ભલે મસમોટું દેવું હોય. તેમ છતાં મૂકેશ અંબાણી વિશ્વનાં 19માં સૌથી ધનવાન વ્યક્તિ છે. અને તેમની સંપત્તિમાં છેલ્લા એક વર્ષમાં મોટો વધારો થયો છે. જામનગરના ખેડૂતોને તેઓ મદદ કરી શકે તેમ હોવાં છતાં મદદ કરી નથી.