કુંવરજી બાળિયા સામેનો કેસ, રૂપાણી રાજીનામું લેશે ?

2018માં કુંવરજી બાવળીયાએ જસદણની બેઠક પરથી રાજીનામું આપી કોંગ્રેસ અને મતદારોને દગો દઈને પક્ષાંતર કરીને ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપમાં જોડાવા માટે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ રસ દાખવ્યો હતો. ત્યાર બાદ તેમને 4 કલાકમાં જ પાણી પુરવઠા પ્રધાન બનાવી દેવાયા હતા. હમણાંથી કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો અને ભાજપના 1 ધારાસભ્યએ આવા ગુનામાં રાજીનામા આપ્યા છે. તે આધારે હવે કુંવરજી બાવળિયાનું રાજીનામું પણ મુખ્ય પ્રદાન વિજય રૂપાણી લેશે ખરા કે કેમ તેવો સવાલ પૂછાઈ રહ્યો છે.

કેસથી વસવા અને પ્રધાન બનવા સમાધાન ?

તેઓ ભાજપમાં જોડાયા તેની સાથેના સત્તા મેળવવાનું કારણ તો હતું જ પણ બીજું કારણ કુંવરજી બાવળીયાએ 2004માં જમીનનું એક કૌભાંડ કર્યું હતું. તેમાં બચવા માટે પ્રધાન બન્યા હોવાનો આરોપ તેમના પર છે. તે કૌભાંડમાં કુંબરજી બાવળીયા સામે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજ સુધી કોઈ જ પગલાં ભર્યા નથી. તે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીએ કુંવરજી બાવળીયાનો ખૂલાશો પણ માંગ્યો નથી.

ભાજપની વિચારધારા ધરાવતાં સરપંચે ફરીયાદ કરી

જશદણ-વીંછીયા તાલુકાના અમરાપર ગામનાં તત્કાલીન સરપંચ સવિતાબેન વાસાણીએ 3 જુલાઈ 2005ના રોજ પોલીસ ફરીયાદ કરી હતી. 21 ફેબ્રુઆરી 2004ના રોજ સરપંચ સવિતાબહેનની નકલી સહી અને સિક્કા બનાવી બાવળિયાના ટ્રસ્ટે અમરાપુર ગામની સર્વે નંબર 418 પૈકીમાંથી 154 એકરમાંથી 20 એકર ગૌચરની જમીન પોતાના ટ્રસ્ટ સાર્વજનીક એજ્યુકેશન ટ્રસ્ટમાં સમાવી લીધી હતી.

મોના ખંધારે સરપંચને દાટી આપી અને કોભાંડ જાહેર થયું

2004માં રાજકોટના કલેક્ટર મોના ખંધારે અમરાપર સરપંચને બોલાવી કડકાઈથી પૂછ્યું હતું કે, ગામની ગૌચરની જમીન કઈ રીતે આપી શકો ? ત્યારે સરપંચને ખબર પડી કે ઠરાવ પર બોગસ સહિ સિક્કા કરીને કોઈએ ગૌચરની જમીન લઈ લીધી છે. સરપંચે તપાસ કરતા ખબર પડી કે તે સમયનાં કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાલળિયાએ બોગસ સહિ કરીને ગૌચરની જમીન પચાવી પાડી હતી.

60થી વધું સાક્ષી

શરૂઆતના તબક્કે ગોંડલના ડીવાયએસપીને તપાસ સોંપાયા બાદ કોઈ પ્રગતિ ન થઈ તેથી ભાજપ સરકારે તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી હતી. જેમાં 60થી વધુ સાક્ષીનાં નિવેદન લેવાયા હતા. જેને પગલે 2008માં નરેન્દ્ર મોદીની સરકારે કુંવરજીને જેલમાં મોકલી આપ્યા હતા. સેશન્સ કોર્ટે તેમને જામીન આપી દીધા હતા.

રાજકોટ સર્કિટ હાઉસમાંથી કુંવરજીની ધરપકડ

એજયુકેશન ટ્રસ્ટ માટે ગેરરીતિથી જમીન મેળવવાના કૌભાંડમાં જસદણના કોંગી ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયાની સીઆઇડી ક્રાઇમના અધિકારીએ રાજકોટ સરકિટ હાઉસમાંથી ધરપકડ કરી હતી. લીસ

અદાલતે ગંભીર રીતે નિરિક્ષણ જાહેર કર્યું હતું કે, રાજકીય, સામાજિક પ્રભાવથી તપાસને ક્ષતિ પહોચાડી શકે તેવી શકયતા છે. જે હવે ચાલુ પડી રહ્યું છે. ભાજપની નરેન્દ્ર મોદી સરકારે જ તેમની સામે ગુનો નોંધી પુરાવા મેળવ્યા હતા હવે તે જ ભાજપ સરકારમાં તેઓ પ્રધાન બની ગયા છે.

ખૂન કેસમાં આગોતરા જામીન

જમીન કૌભાંડના ગુનામાં 16 દિવસથી જેલવાસ ભોગવી રહેલા જસદણના કોંગી ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયાએ રહીમ લોહિયા ખુનકેસમાં આગોતરા જામીન મેળવવા કરેલી અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી. જયારે જમીન કૌભાંડના ગુનામાં રેગ્યુલર જામીનની અરજી કરી હતી.

બોગસ સહી સિક્કા કર્યા નો કેસ બોર્ડ પર જ રહ્યો

બોગસ સહી સિક્કા કરીને અમરાપર ગૌચરની જમીન પચાવી પાડવાના કેસમાં કુંવરજીને 7 વર્ષની સજા થઈ શકે છે. 10 વર્ષ પછી આ કેસ હવે બોર્ડ પર આવી ગયો છે. કુંવરજી સામેના પુરાવાઓ મજબુત છે. તેમની સામે ઝડપથી કેસ ચાલે તો સજા થઈ શકે તેમ છે. તેથી 10 વર્ષથી તે કેસ ચાલી રહ્યો છે. હવે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતાના પ્રધાનને બચાવવા માટે કામ કરી રહ્યાં હોય તેમ તે ગુનાનો કોઈ ચૂકાદો આવ્યો નથી. અમરાપર જમીનનો ચૂકાદો આવે તો કુંવરજીએ રાજીનમું આપવું પડે તેમ છે.

સવિતાબેન હજું લડે છે

જમીન કૌભાંડના મુખ્ય ફરીયાદી સવિતાબહેન અને તેમના પતિ નાથાલાલ વર્ષોથી ભાજપમાં છે. બાવળીયા પોતે કેબીનેટ મંત્રી છે. અમરાપરના આ દંપતિ જાહેરમાં પણ ઉકળાટ ઠાલવે છે કે આ કેસના પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડા થઈ રહ્યા છે. નીચલી કોર્ટે બાવળીયાને ગુનેગાર માનીને સજા કરી હોવાથી ઉપલી કોર્ટમાં બચવું ઘણું મુશ્કેલ લાગી રહ્યું છે. આજ કારણોથી કુંવરજી ભાજપમાં આવી ગયા છે. જેથી કેસને રફેદફે કરી શકાય.

રહીમ લોહીયાનું ખૂન કોણે કર્યું ?

જસદણ તાલુકાના મોઢુકા ગામમાં રહેતા ભાજપના કાર્યકર રહીમ લોહીયાએ 2007માં ગૃહ વિભાગમાં ફરીયાદ કરી હતી કે, અમરાપુર જમીન કૌભાંડ સહિતના અન્ય 15 કેસમાં સીઆઈડીની તપાસ કરવી જોઈએ. સીઆઈડી તપાસ શરૂ થયા બાદ ઓગષ્ટ 2007માં જાહેરમાં આ કાર્યકરની ઘાતકી હત્યા થઈ હતી. જોકે મરણોન્મુખ નિવેદનમાં રહિમે લખાવ્યું હતું કે કુંવરજી બાવળીયાએ મારી હત્યા કરશે એવી શંકા મે વ્યક્ત કરી હતી. આશ્ચર્યની વાત છે કે પુરાવાઓને અભાવે આ મર્ડર કેસમાં તેઓનો નિર્દોષ છુટકારો થયો હતો.

પણ અમરાપર ગામનો જમીનનો કેસ તેમને ફરી એક વખત જેલમાં મોકલી શકે છે.