[:gj]ગુજરાત પોલીસ વિલંબ વિના તુરંત એફઆઈઆર નોંધે – ઉપરાષ્ટ્રપતિ [:]

[:gj]ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજે મહિલાઓ અને બાળકો સામે થતાં અપરાધ સાથે સંબંધિત બાબતોમાં વધારે સંવેદનશીલ વલણ અપનાવવા પોલીસ દળને જણાવ્યું હતું. તેમણે પોલીસને આ પ્રકારની બાબતોમાં કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના દરેક એફઆઇઆર નોંધવા અને આ પ્રકારનાં દરેક કેસની વિસ્તૃત તપાસ કરવા જણાવ્યું હતું.
ઉપ-રાષ્ટ્રપતિએ પોલીસને જણાવ્યું કે, મહિલાઓ અને બાળકો સામે થતા દરેક અપરાધોમાં વિના વિલંબે એફઆઇઆર નોંધાવવી જોઈએ તથા આ પ્રકારનાં દરેક કેસની તપાસ ઝડપથી થવી જોઈએ, ન્યાયતંત્રએ વિના વિલંબે ન્યાય પણ આપવો પડશે.

રાજકારણીઓને મહિલાઓ સામે થતા અપરાધનું રાજકીયકરણ ન કરવા અપીલ કરી

મહિલાઓ અને બાળકો સામે જધન્ય અપરાધોમાં વધારો થયો છે. આ પ્રકારનાં કેસની તપાસ કરવા ફાસ્ટ-ટ્રેક કોર્ટ સ્થાપિત કરવાની સાથે આ પ્રકારનાં અપરાધોની તપાસ કરવા પોલીસ અધિકારીઓની ખાસ ટીમો ઊભી કરવી જોઈએ. દેશમાં સજાનો ઓછો દર ચિંતાજનક બાબત છે, આપણા પોલીસ વિભાગે તપાસનું ક્ષેત્ર વધારવા અને જાણકારી એકત્ર કરવા એની ક્ષમતા વધારવાની તાતી જરૂર છે.

ગુજરાત પોલીસને ‘પ્રેસિડન્ટ્સ કલર્સ’ પ્રસ્તુત કર્યા હતા.[:]