ભાનુશાળી બળાત્કાર કેસમાં પીડિતાના પૂર્વ પતિના આરોપ

ભાજપના નેતા જયંતી ભાનુશાળી ઉપર બળાત્કાર કેસમાં જે પ્રમાણે કાનૂન વીદ્દો ધારણા વ્યક્ત કરી રહ્યા હતા તે પ્રમાણે ભાજપના નેતાની તરફેણમાં નિવેદન આવવાના શરૂ થયાં છે. સુરતની 21 વર્ષની પીડિતાના પતિએ અમદાવાદ આવીને સૌથી મોંધ વિસ્તારમાં અચાનક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે ભાજપના

આ છોકરી બધાને ફસાવે છે અને રૂપિયા પડાવે છે. તેણે 70થી 80 લોકો પાસે પૈસા લૂંટફાટ કરવા  લીધા છે. એવા આરોપ  તેનો પતિ લગાવી રહ્યો છે. સાથે જ છબીલ પટેલ નામના વ્યક્તિએ છૂટાછેડા આપી દેવા ધમકીભર્યો ફોન કર્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. મારી પૂર્વ પત્ની પહેલીથી જ આવા ધંધા કરે છે. રૂપિયા પડાવવા માટે આ બધુ કરે છે.

પીડિતાના પૂર્વ પતિએ શું કહ્યું ??

અમે 10માં ધોરણમાંં ભણતા હતા ત્યારથી શારીરિક સંબંધ બાંધ્યયા હતા. તે સમયે અનેક યુવકો સાથે તેને સંબંધ હતાં. આજે પણ અનૈતિક સંબંધો છે. તેણે મારા ઘરે પરત આવવા રૂપિયા માગ્યા હતા. મેં રૂપિયા આપવાની ના પાડી  મને ધમકાવતી હતી. ભાજપના
છબીલ પટેલ નામના રાજકીય નેતાના ફોન આવતા હતા.
પીડિતાની ફેમિલીનો લોકો પાસેથી પૈસા પડાવવાનો ધંધો હતો. 2 વર્ષ પહેલા મારીી પૂૂર્વ  પત્ની પાસે   ખાવાના પણ રૂપિયા નહોતા.પૈસા માટે જ આવું બધું કરે છે. સુરતમાં પણ એક ફાઈનાન્સર સાથે આ જ કર્યું હતું.

શારીરિક સંબંધ બાંધીને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવતી રહે છે. પોતે જાતેે જ વીડિયો બનાવીને લોકોને બ્લેકમેઈલ કરતી રહે છે. આજ સુધી કોઈ 70થી 80 લોકોને ફસાવ્યા છે. આવી 5થી 6 યુવતીઓ છે જે નેતાઓને ફસાવી પૈસા પડાવે છે. યુવતીઓના શિકાર બનેલા ઘણા રાજકીય નેતાઓ છે.
મારી સાથે મેરેજ કર્યા પછી પૈસા આપવાનું બંધ કર્યું.
મારી સામે ફોન પર બીજા જોડે વાતો કરતી હતી.
અમે જુદા થયા પછી એક વર્ષ સુધી મારા પર ફોન આવતાા હતા.
યોગ્ય પોલીસ તપાસ થાય તો ઘણી વિગતોો બહાર આવી શકે છે  મેં કાપોદ્ગા પોલીસ સ્ટેશનમાં આજ નિવેદન આપ્યું હતું. મારી પાસેથી 25 લાખ જેટલા રૂપિયા પડાવ્યા હતા.
બીજા છોકરા સાથેની વાતચીતને બધું રેકોર્ડ તેની હતું. બંનેના શારીરિક સંબંધનો વીડિયો પણ મે જોયો હતો.
આમ યુવતીનો પુર્વ્ પતિ જે કહીી રહ્યો છે તેની સામે ઘણાંં પ્રશ્નો ઉભા થઈ શકે છે. પતિ પોતાની પત્ની  પર આરોપ મૂકી રહ્યો છે તે અંગે તેમણે અગાઉ ક્યારેય પોલીસ ફરિયાદ નોંધાવી નથી. અમદાવાદમાં આવીને પત્રકાર પરિષદ કરવા માટે તેને કોઈ મદદ કરી રહ્યું છે.. આરોપો છતાં બળાત્કારનો કેસ તો ઊભો જ છે.