14 હજાર તળાવો ઉંડા કરાયા છતાં પાણીની તંગી કેમ

ગત વર્ષે ચલાવવામાં આવેલા અભિયાનની સફળતાનો આલેખ આપતા રૂપાણીએ કહ્યું હતું કે, ગત વર્ષે ૧૩ હજાર તળાવોની સામે ૧૪ હજાર તળાવોમાંથી કાંપ કાઢવામાં આવ્યા આવ્યા હતા. ૧૧ હજાર લાખ ઘનફૂટ માટી કાઢવાના લક્ષ્યાંક સામે ૧૪ હજાર લાખ ઘન ફૂટ માટી કાંઢવામાં આવી હતી.

જો તમે જ હોય તો પછી 2019ના ઉનાળામાં અત્યારથી જ શા માટે પાણીની તંગી લોકોને અનુભવવી પડે છે.

હવે પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે. સૌની યોજના મારફત મા નર્મદાના નીર સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમોમાં આવી રહ્યા છે. આગામી તા. ૪ અને ૫ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પાલીતાણાના શૈત્રુંજી ડેમ અને જામનગરના રણજીત સાગર ડેમમાં નર્મદાના પાણીના વધામણા કરશે. સૌની યોજનાના ત્રીજા તબક્કાના કામો માટે ટેન્ડર પ્રક્રીયા શરૂ કરી દેવામાં આવી છે.

સુજલામ સુફલામ જળ અભિયાનની મુખ્ય વિશેષતાઓ આ પ્રમાણે  છે.

સમગ્ર રાજ્યમાં કુલ આશરે ૧૩૮૩૪ કામો રૂ. ૩૩૦૦૯ લાખના ખર્ચે હાથ ધરવાનુ આયોજન છે. જેનાથી આશરે ૧૪૦૦૦ લાખ ઘન ફૂટ જથ્થાનો જળ સંગ્રહ શક્તિમાં વધારો થશે. લોકભાગીદારીથી આશરે ૩૫૨૪ તળાવો, ચેકડેમો, જળાશયો ઉંડા ઉતારવા, ડીસિલ્ટીંગની કામગીરી કરવામાં આવશે.
લોકભાગીદારીથી હાથ ધરવાના કામો માટે માટી, મુરમના ખોદાણના ભાવ રૂ. ૩૦-૦૦ પ્રતિ ઘનમીટર નક્કી કરવામાં આવેલ છે. જેમાંથી ૬૦% રકમ સરકારશ્રી તથા ૪૦ % રકમ સ્વૈચ્છિક સંસ્થાઓ દાતાઓ દ્વારા ભોગવવામાં આવે તે મુજબનું આયોજન કરવામાં આવેલ છે.
મનરેગા યોજના હેઠળ ૪૨૩૮ તળાવો અને ચેકડેમો ઉંડા કરવા અને પરંપરાગત જળસ્ત્રોતોના નવીનીકરણ કરવાના કામો, માટીપાળા, ખેતતલાવડી જેવા કામો હાથ ધરવામાં આવશે. રાજ્યમાં આશરે ૧૮૪ નવા તળાવો બનાવવાનુ આયોજન છે.
અભિયાન હેઠળ જ્યાં સરકારી ખરાબાની જમીન ઉપલબ્ધ હોય ત્યાં પાણીના આવરા બાબતની ખરાઇ કરી તળાવ માટેની જમીન માટે ૭/૧૨માં તબદિલ કરવાની કામગીરી પૂર્ણ કરી જીલ્લાવાર નવા તળાવોનું બાંધકામકરવાનું  આયોજન કરવામાં આવેલ છે.

હયાત તળાવોના વેસ્ટવિયરની મરામતના ૨૨૦ કામો તથા ચેકડેમ મરામતના ૧૧૦૪ કામો વિભાગીય રીતે હાથ ધરવાનું આયોજન છે. નર્મદા તેમજ અન્ય સિંચાઇ યોજનાઓના નહેર નેટવર્કની આશરે ૧૭૦૦ કિ.મી. લંબાઇની નહેરોમાં સાફ સફાઇ તેમજ ૭૪૦ કિ.મી. લંબાઇની કાંસની સફાઇની કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્યની જુદી જુદી નદીઓને મનરેગા યોજના હેઠળ પુન: જીવીત કરવાની કામગીરી કરવામાં આવશે.

શહેરી વિસ્તારોમાં તમામ મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓમાં  રેઇન વૉટર હાર્વેસ્ટીંગ તેમજ નદીઓ-તળાવોમાં
આવતુ પ્રદુષિત પાણી અટકાવવાની કામગીરી તથા તળાવ ચેકડેમ ડી-સીલ્ટીંગ વગેરે મળીને કુલ ૬૫૧ કામો હાથ ધરવાનુ આયોજન છે. નદી કાંઠાઓ પર વૃક્ષારોપણ, વન વિસ્તારમાં ચેકડેમ, વનતલાવડી, કન્ટુર ટ્રેન્ચ, ચેકડેમ રીપેરીંગ, ચકડેમ ડી-
સીલ્ટીંગ, તળાવ ઉંડા કરવા વગેરે મળીને કુલ ૧૦૭૦ કામો  હાથ ધરવાનુ આયોજન છે. આ તમામ કામગીરી માટે આશરે ૫૦૦૦
થી વધુ જેસીબી/ હિટાચી/ પોકલેન તથા ૧૮૦૦૦ થી વધુ ટ્રેક્ટર/ ડમ્પરનો ઉપયોગ થનાર છે.
તરણેતરમાં બિરાજતા ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલા આ પૌરાણિક તળાવનો
જળસ્ત્રાવ વિસ્તાર બે ચોરસ કિલોમિટરનો છે અને તેની જળ સંગ્રહ શક્તિ ૧થી ૧.૫ એમસીએફટીની છે.
તળાવને કારણે ૨૦ હેક્ટર જમીનની પીયતનો લાભ મળે છે. આ તળાવને ઊંડુ ઉતારવા માટે પ૦ જેસીબી
મશીન કામે લગાડવામાં આવશે. ૧૭.૬૫ લાખ ઘનફૂટ માટી ખોદી કાઢવામાં આવશે અને આ માટી
ખેડૂતોને વિનામૂલ્યે આપવામાં આવશે. તળાવની વર્તમાન જળ સંગ્રહ શક્તિમાં ૧૭.૬૫ લાખ ઘનફૂટનો
વધારો થશે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૪૦૦ કામો કરવામાં આવશે.