144ની કલમ સામે વિરોધ

ખેડૂતો, બેરોજગાર યુવાનો, પાટીદારો, દલિતો, બક્ષીપંચ, આદિવાસી, સહિતના સામાન્ય નાગરિકો તેમના હક્ક
અને અધિકાર માટે મંજુરી માંગે તો ભાજપ સરકાર ૧૪૪ ની કલમ દ્વારા સભા-સરઘસ બંધી ફરમાવે છે

રાજ્યમાં સી.આર.પી.સી. ૧૪૪ ના જાહેરનામાંથી ભય અને ડરનું વાતાવરણ ભાજપ સરકાર ઉભું કરી રહી છે
 અમદાવાદ અને રાજકોટમાં સી.આર.પી.સી. ૧૪૪ જાહેરનામાં જ દર્શાવે છે કે રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની
સ્થિતિ કેવી છે
 અમદાવાદ શહેરમાં સી.આર.પી.સી. ૧૪૪ હેઠળ ૧૭ પ્રકારના વિવિધ જાહેરનામામાં ૭૭૮ દિવસ સભા સરઘસ
બંધથી ઘરઘાટી સુધીના જાહેરનામાં

 રાજકોટ શહેરમાં સી.આર.પી.સી. ૧૪૪ હેઠળ ૮૦ થી વધુ જાહેરનામાં હેઠળ ૪૬૫ દિવસમાંથી ૨૨૦ દિવસનો
સમાવેશ
 રાજ્યમાં રાજકોટ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં સી.આર.પી.સી. ૧૪૪ ના જાહેરનામાનો સૌથી વધુ
દુરઉપયોગ
રાજ્યમાં રાજકોટ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં સી.આર.પી.સી. ૧૪૪ ના જાહેરનામાનો સૌથી વધુ દુરઉપયોગ
થઇ રહ્યો છે. રાજ્યમાં સી.આર.પી.સી. ૧૪૪ ના જાહેરનામાંથી ભય અને ડરનું વાતાવરણ ભાજપ સરકાર ઉભું કરી રહી
હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં
સી.આર.પી.સી. ૧૪૪ હેઠળ ૧૭ પ્રકારના વિવિધ જાહેરનામામાં ૭૭૮ દિવસ સભા સરઘસ બંધથી ઘરઘાટી સુધીના
જાહેરનામાં અને રાજકોટ શહેરમાં સી.આર.પી.સી. ૧૪૪ હેઠળ ૮૦ થી વધુ જાહેરનામાં હેઠળ ૪૬૫ દિવસમાંથી ૨૨૦
દિવસનો સમાવેશ થાય છે. અમદાવાદ અને રાજકોટમાં સી.આર.પી.સી. ૧૪૪ જાહેરનામાં જ દર્શાવે છે કે રાજ્યમાં કાયદો- વ્યવસ્થાની સ્થિતિ કેવી છે. ખેડૂતો, બેરોજગાર યુવાનો, પાટીદારો, દલિતો, બક્ષીપંચ, આદિવાસી, સહિતના સામાન્ય નાગરિકો
તેમના હક્ક અને અધિકાર માટે મંજુરી માંગે તો ભાજપ સરકાર ૧૪૪ ની કલમ દ્વારા સભા-સરઘસ બંધી ફરમાવે છે.
સલામત અને શાંત રાજ્યની વાહવાહી લુંટતા ભાજપના રાજમાં ગુજરાતમાં બે વર્ષમાં થયેલ ૧૨૭૫૮ આત્મહત્યા,
૨૨૧૧-ખૂન અને ૨૨૧૫ ખૂનની કોશિષના આંકડાઓ મુજબ રોજ ૧૮ નાગરિકો આત્મહત્યા કરે છે, રોજ ૩ કરતાં વધુ ખૂન
થાય છે અને ૩ કરતાં વધુ ખૂનની કોશિષ થાય છે. ત્યારે ભ્રષ્ટાચાર એ.પી.સેન્ટર ગૃહ વિભાગ અને ભાજપ સરકારની સલામત
ગુજરાતની ગુલબાંગોના પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, બાળકો ગુમ થવાના આંકડાઓ રાજ્ય સરકારના ગૃહ વિભાગની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા છતી કરે છે. જે રીતે આંકડા બહાર આવ્યા છે તેમાં ખાસ કરીને કેટલી છે તે તપાસનો વિષય છે. માનવ તસ્કરી રોકવા રાજ્ય સરકાર સક્રિયતા દાખવે તે અત્યંત જરૂરી છે. છેલ્લાં બે વર્ષમાં ગુમ થયેલ બાળકોની સંખ્યા ૪૯૮૯ છે, જ્યારે ગુમ થયેલ બાળકોની સંખ્યા ૪૯૫૧ છે. બાળકો ગુમ થવાના આંકડાઓ રાજ્ય સરકારના ગૃહ વિભાગની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા છતી કરે છે. જે રીતે આંકડા બહાર આવ્યા છે તેમાં ખાસ કરીને દીકરીઓ કેટલી છે તે તપાસનો વિષય છે. માનવ તસ્કરી રોકવા રાજ્ય સરકાર સક્રિયતા દાખવે તે અત્યંત જરૂરી છે. છેલ્લાં બે વર્ષમાં ગુમ થયેલ ૪૮૦૦ બાળકો પૈકી પોલીસ તંત્ર હજુ સુધી ૧૧૫૦ બાળકોની ભાળ મેળવી શક્યું નથી.
મહિલાઓ ગુમ થવાના આંકડાઓ રાજ્ય સરકારના ગૃહ વિભાગની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા છતી કરે છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એકદમ કથળી ગયેલ છે. ખૂન, લૂંટ અને ઘાડના બનાવો વધતા ગયા છે.
વેપારીની ધોળે દિવસે હત્યા અને લૂંટ થાય છે, બહેન-દિકરીઓના અછોડા તૂટવાની બાબત રોજીંદી બની ગઈ છે. ધાર્મિક સ્થળો પણ સુરક્ષિત નથી. મંદિરમાંથી ભગવાનની મૂર્તિઓ લૂંટાય છે. રાજ્યમાં આર્થિક ગુન્હાખોરી આસમાને, છેલ્લાં ૧૫ વર્ષમાં પોંજી સ્કીમમાં ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના પરિવારોએ ૧ લાખ કરોડ ગુમાવ્યા છે.

અમદાવાદ અને રાજકોટમાં લોકોનો અધિકાર સામે પ્રતિબંધ

અમદાવાદના જાહેરનામાં ૭૩૦ થી ૭૮૦ દિવસ સમયગાળો, રાજકોટના જાહેરનામાં ૩૬૫ દિવસ સમયગાળો
સભા સરઘસ બંધી ૭૦૪ દિવસ સેન્ટ્રલ જેલની પ્રિમાઈસીસમાં મોબાઈલ ફોન નહિ લઈ જવા બાબત ૧૨૦ દિવસ
હથિયાર બંધી ૭૦૬ દિવસ

STD/PCO પુરાવો ૧૮૦ દિવસ
ડ્રોન કેમેરા ૭૭૧ દિવસ

મોબાઈલ ફોન વેચનાર/ખરીદનાર ૧૨૦ દિવસ
સી.સી.ટી.વી. કેમેરા ૭૭૮ દિવસ

હોટેલ, લોજ, ગેસ્ટ હાઉસ, હોર્ડિંગ્સ ૧૨૦ દિવસ
મકાન ભાડુઆત ૭૭૮ દિવસ

પેટ્રોલ પંપ પર સીસીટીવી કેમેરા ૧૨૦ દિવસ
શોપિંગ મોલ ૭૭૮ દિવસ

ધ્વની પ્રદુષણ ૧૨૦ દિવસ
મોબાઈલ સીમકાર્ડ ૭૭૮ દિવસ

ઘરઘાટી/નોકર અંગે ૧૨૦ દિવસ
ઘરઘાટી ૭૭૮ દિવસ

બેંક એટીએમ-સીસીટીવી ૨૧૭ દિવસ
આર.ટી.ઓ. એજન્ટ ૭૧૯ દિવસ

નર્મદા પાણી પાઈપલાઈન ૨૧૭ દિવસ