15 વર્ષમાં 15,000 શાળા વધવી જોઈતી હતી તેના બદલે 1400 વધી 

અસંખ્‍ય વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહયા છે. છેલ્‍લા ૬ વર્ષમાં ખાનગી પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતા ૩,૧૬,પ૯૮ બાળકો સરકારી શાળામાં દાખલ થયા છે. પ્રાથમિક શાળાઓની સંખ્‍યામાં ઘટાડો થઈ રહયો નથી. વર્ષ ર૦૦૪-૦પમાં સરકારી પ્રાથમિક શાળાઓની સંખ્‍યા ૩રરપ૮ હતી જે વધીને વર્ષ ર૦૧૮-૧૯ માં ૩૩૬પર થયેલી છે. આમ, 15 વર્ષમાં ૧૩૯૪ નવી સરકારી શાળાઓ ખોલવામાં આવેલી છે. વર્ષે 100 શાળાઓ વધે અને તેની સામે વસતી ઘણી વધી રહી છે, તે હિસાબે 15 વર્ષમાં 15 હજાર શાળા વધીને 50 હજારની આસપાસ હોવી તોઈતી હતી. પણ તેમ કરવામાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા નિષ્ફળ ગયા છે.

 શિક્ષણ વિભાગને 2019-20માં રૂ.૩૦ હજાર કરોડ આપવામાં આવે છે.

ધોરણ-૧ થી ૧૦ માટે એનીમેટેડ ઈ-કન્‍ટેન્‍ટ તેમજ વર્ગખંડ આધારિત વિડીયો કન્‍ટેન્‍ટ, શાળા વ્‍યવસ્‍થાપન અને શૈક્ષણિક પ્રક્રિયા માટે ઈ-રીસોર્સ પોર્ટલ, કન્‍ટેન્‍ટ નિર્માણ માટે શિક્ષક તાલીમ, શિક્ષકોનેઆઈ.સી.ટી. ક્ષેત્રે પાયાગત મુશ્‍કેલી નિવારણ તાલીમ, શાળા કક્ષાએ કમ્‍પ્‍યુટર લીટરસી સેન્‍ટર, શાળા કક્ષાએ બાયોમેટ્રિક એટેન્‍ડન્‍સ સીસ્‍ટમ, શાળા કક્ષાએ ઓનલાઈન એસસમેન્‍ટ સીસ્‍ટમ, જેવા ઈનીશીએટીવ હાથ ધરવા ગુજરાત ઈન્‍સ્‍ટીટયુટ ઓફ એજયુકેશનલ ટેકનોલો(GIET)ના પુનઃગઠન માટે રૂ. ૧૦૦ કરોડની નવી બાબત રજૂ કરવામાં આવેલ છે