15 percent increase in heart diseases in a year, Corona responsible? एक साल में दिल की बीमारियों में 15 फीसदी का इजाफा, कोरोना जिम्मेदार?
ગુજરાતમાં ટીબી અને કોરોના રસીનું મોતનું તાંડવ
અમદાવાદ, 10 ઓગસ્ટ 2024
ગુજરાતની દવાખાનાની તાત્કાલિક સેવા 108માં હૃદયરોગની સમસ્યાના ફોન કોલમાં એક વર્ષમાં 15 ટકાનો વધારો થયો છે. જાન્યુઆરીથી જુલાઈ 2024 સુધી રાજ્યમાં હૃદયની સમસ્યાના 47,180 કેસ આવ્યા હતા. 2023માં આ સમયગાળા દરમિયાન 40,258 કેસ નોંધાયા હતા.
ગત વર્ષે જાન્યુઆરીથી જુલાઇની સરખામણીએ આ વખતે હૃદયની સમસ્યા ધરાવતા દર્દીમાં 6,922 કેસનો એટલે કે 14.67 ટકા વધારો થયો હતો. જુલાઇમાં રાજ્યમાં હૃદયની સમસ્યાના 7111 કેસ નોંધાયેલા હતા.
કોરોના અને વેક્સીન પહેલાં કરતાં 100 ટકાનો વધારો હ્વદયની સમસ્યામાં થયો છે. કોરોના રસીના કારણે લોકોના હૃદય બંધ પડી જતાં ગુજરાતમાં 1 લાખ લોકોના મોતની આશંકા છે. કોરોનાથી જેટલા મોત થયા તેનાથી વધારે તેની રસીથી થઈ રહ્યાં હોવાના આરોપ છે.
કોરોના વાયરસની સાથે ટ્યુબરક્યુલોસિસ (TB)ની ઘાતકતા વધી છે. ગુજરાતમાં એક વર્ષમાં 5700થી વધુ વ્યક્તિના ટીબીથી મૃત્યુ થયા હતા. આમ, રાજ્યમાં પ્રતિ દિવસે સરેરાશ 16 વ્યક્તિ ટીબીને કારણે જીવન ગુમાવે છે. ત્રણ વર્ષમાં જ ગુજરાતમાં 18 હજારથી વધુ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ટીબીની વધતી જતી ઘાતકતા ચિંતાજનક છે.
હ્રદયરોગના કારણે મૃત્યુ નાની ઉંમરે થઈ રહ્યા છે. કોરોના વાઇરસનું સંક્રમણ સીધું ફેફસાં પર અસર કરે છે. કેટલાક દર્દીઓમાં ઓક્સિજન લેવલ ઓછું થઈ જાય છે. ઓક્સિજનની કમી દર્દીઓના હૃદય પર પણ અસર કરી શકે છે. જેનાથી હૃદયના સ્નાયુઓને ઓક્સિજનયુક્ત લોહી પંપ કરવા માટે વધારે મહેનત કરવી પડે છે. આની સીધી અસર હૃદયના ટિશ્યૂ પર પડી શકે છે. હાર્ટ બીટ વધી શકે છે, જેને કારણે હૃદયની લોહી પંપ કરવાની શક્તિ ઘટી શકે છે. જેમને પહેલાંથી આવી કોઈ બીમારી છે, તેમના માટે મુશ્કેલી વધી શકે છે. 50થી 75 ટકા દર્દીઓના હાર્ટ મસલ્સ પર કોવિડની ખરાબ અસર પડી છે.
ગુજરાતમાં પણ આ પ્રકારે અચાનક જ હાર્ટ એટેકના કેસ આવવાના કિસ્સા છાસવારે સામે આવી રહ્યા છે. જાન્યુઆરીથી જુલાઈ એમ સાત મહિનામાં હૃદયની સમસ્યાના 47,180 કેસ નોંધાઈ ચૂક્યા છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ 223 જ્યારે પ્રતિ કલાકે 9 લોકોને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે.
અમદાવાદમાં 13,906 લોકોને છેલ્લા 7 મહિનામાં હૃદયની સમસ્યા સર્જાયેલી છે. આ સ્થિતિએ અમદાવાદમાં દરરોજ સરેરાશ 66 લોકોને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે. ગત વર્ષે જાન્યુઆરીથી જુલાઇ સુધી અમદાવાદમાં 12,133 કેસ નોંધાયા હતા. આ સ્થિતિએ અમદાવાદમાં પણ ગત વર્ષ કરતાં 10 ટકાથી વઘુનો વધારો થયો છે. હૃદયની સમસ્યાના સૌથી વધુ કેસમાં અમદાવાદ બાદ સુરત બીજા અને વડોદરા ત્રીજા સ્થાને છે.