ગુજરાતનો વૃદ્ધિ દર
વર્ષ ૨૦૧૧-૧૨માં GSDP જે રૂ. ૬.૧૫ લાખ હતી તે વર્ષ ૨૦૧૮-૧૯માં રૂપિયા ૧૫ લાખ સુધી પહોંચ્યું છે. રાષ્ટ્રીય સરેરાશ વૃદ્ધિદર કરતા પણ ગુજરાતનો વૃદ્ધિ દર વધારે છે.
ખેતી માટે 22 ટકા ને ઉદ્યોગો માટે 43 ટકા બજેટ
કૃષિક્ષેત્ર, પશુપાલન, ખાણ ખનીજ જેવા પ્રાથમિક ક્ષેત્રનો અંદાજે ૨૨ ટકા હિસ્સો, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો ૪૩ ટકા હિસ્સો અને સેવાક્ષેત્રમાં ૩૫ ટકા હિસ્સો બજેટમાં ફાળવાયો છે. જરાતનું છેલ્લા વર્ષોનું રેવન્યુ સરપ્લસ બજેટ રહ્યું છે.
રૂ.૪૦,૩૪૬ કરોડના ખર્ચ સામે રૂ.૪૮,૯૫૬ કરોડની મહેસૂલી આવક થઈ હતી મહેસુલી ખર્ચના પગાર પેન્શનના ચૂકવવા પડતા નાણાં હતો. રૂપિયા ૨ લાખ ૪ હજાર કરોડના બજેટમાં રાજ્ય સરકાર દ્વારા ૫૦ ટકાથી વધુ રકમ સેવા ક્ષેત્રના વિકાસ માટે ફાળવી છે એટલે કે, વિકાસલક્ષી ખર્ચ માટે રૂ.૧,૨૭,૫૬૦ કરોડની જોગવાઈ કરી છે. જેમાં મુખ્યત્વે શિક્ષણના સર્વગ્રાહી વિકાસ પાછળ રૂપિયા ૩૦,૦૪૫ કરોડ, આરોગ્ય માટે રૂપિયા ૧૦,૮૦૦ કરોડ, કૃષિ માટે રૂ ૭,૧૧૧ કરોડ, ઉર્જા માટે ૧૩,૦૯૪ કરોડ, સામાજિક ન્યાય માટે રૂ ૪,૧૧૨ કરોડનો ખર્ચ કરવામાં આવશે.
બિનવિકાસલક્ષી ખર્ચ
બિનવિકાસલક્ષી ખર્ચ પાછળ રૂ.૭૪ હજાર કરોડ વાપરવામાં આવશે.
રાજકોષીય ખાધ
૨૦૧૯-૨૦ માટે રાજકોષીય ખાધની રકમ રાજ્યના કૂલ ઘરગથ્થું ઉત્પાદનના ૧.૮૪ ટકા અંદાજવામાં આવી છે, જે રાજકોષીય જવાબદારી અને અંદાજપત્રીય વ્યવસ્થાપન ધારા અન્વયે નિયત ૩ ટકાની ગ્રાહ્ય મર્યાદાની અંદર છે.
દેવું
રાજ્ય સરકારે કેન્દ્રના જાહેર દેવાના માપદંડથી પણ ઓછું દેવું કર્યું છે. ગુ૨૭.૧૦ ટકાની મર્યાદાના લક્ષાંકની સામે રાજ્યનું કુલ જાહેર દેવું વર્ષ ૨૦૧૭-૧૮માં GSDPના ૧૬.૧૭ ટકા અંદાજેલ છે જ્યારે વર્ષ ૨૦૧૮-૧૯ના સુધારેલા અંદાજ મુજબ ૧૬.૦૩ ટકા અંદાજવામાં આવ્યું છે. જ્યારે વર્ષ ૨૦૧૯-૨૦ના અંદાજ મુજબ ૧૫.૬૯ ટકા અંદાજેલ છે.
ગુજરાતમાં જાહેર દેવા અંગેનું ખર્ચ વર્ષ ૨૦૦૪-૦૫માં ૧૦.૭૯ ટકા હતું, જે ઘટીને વર્ષ ૨૦૧૭-૧૮માં ૮.૬૦ ટકા થયું હતું અને વર્ષ ૨૦૧૮-૧૯(સુધારેલ અંદાજ)માં તે ૮.૫૩ ટકા થવાની અપેક્ષા છે.
ગુજરાતે તમામ વખત સમયસર હપ્તા ભર્યા છે, એક પણ વાર રાજ્ય સરકારે લોન ભરપાઈ કરવા ઓવરડ્રાફ્ટ લીધો નથી એ રાજ્યની શ્રેષ્ઠ નાણાકીય વ્યવસ્થા દર્શાવે છે.
રાજવિત્તીય
૩ ટકાની મર્યાદાના લક્ષ્યાંક સામે રાજ્યની રાજવિત્તીય ખાધ વર્ષ ૨૦૧૭-૧૮માં GSDPના ૧.૬૩ ટકા છે અને વર્ષ ૨૦૧૮-૧૯ના સુધારેલા અંદાજ મુજબ ૨૧૨ રહેશે. જ્યારે વર્ષ ૨૦૧૯-૨૦ના અંદાજ મુજબ ૧.૮૪ ટકા અંદાજેલ છે.
બેન્કોમાંથી લોન નથી મળતી તેના જવાબમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, કેન્દ્રની મુદ્રા યોજના હેઠળ રૂ.૩૮ હજાર કરોડની લોન આપવામાં આવી છે અને તેનો ૫૫.૧૭ લાખ લાભાર્થીઓએ લાભ મળ્યો છે.
આવક વેરો
આવક વેરામાં વધારો થયો છે. ૨૦૧૭-૧૮માં ગુજરાતમાંથી ૪૬ હજાર કરોડ આવકવેરો હતો જે ૨૦૧૮-૧૯માં વધીને ૫૦ હજાર કરોડ થવા પામ્યો છે.
કાપડ ઉદ્યોગ
ટેકસટાઇલ સેકટરમાં ૪૦ લાખ સ્પીન્ડલ કાર્યરત છે. પહેલા કપાસ તામિલનાડુ જતો હતો તેની હવે સમગ્ર પ્રોસેસ ગુજરાતમાં જ થાય છે.
ગેસ
મોરબીમાં ઉદ્યોગોને અપૂરતો ગેસ મળે છે. મોરબીમાં માર્ચ-૨૦૧૯માં ૨.૦૫ મિલિયન મે.ટન ગેસ અપાતો હતો તે આજે ૬.૦૨ મિલિયન મે.ટન ગેસ અપાય છે. ૩૦૦ ટકા ગેસનો વધારો આપવામાં આવી રહ્યો છે.
કુલ ઉત્પાદનના ૧૬.૮૨ ટકા ગુજરાતનો
ટેક્સટાઇલ, હીરા, પોર્ટ, રંગ-રસાયણમાં અગ્રેસર છે. એટલું જ નહીં દેશના કુલ ઉત્પાદનના ૧૬.૮૨ ટકા ગુજરાતનો હિસ્સો છે. સામાન્ય બજેટની ચર્ચામાં વિધાનસભા ગૃહના ૨૩ ટકા જેટલા સભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ તમામ વિગતો ઉર્જા પ્રધાન સૌરભ પટેલે વિધાનસભામાં આપી હતી.