4 મહિનામાં પેટ્રોલ પર લેવાતા ટેક્સમાં 168% નો વધારો

નવી દિલ્હી,

લોકડાઉન ખુલવાની સાથે જ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત સતત વધી રહી છે અને લગભગ 83 દિવસ પછી 7 જૂને કિંમતમાં ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા 3 દિવસમાં પેટ્રોલ પ્રતિ લીટર 1.80 રુપિયા મોંદ્યુ થયુ છે, ડીઝલમાં પણ આટલો જ વધારો કરવામાં આવ્યો છે. ખાસ બાબત એ છે કે, વિતેલા ત્રણ મહિનામાં પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેકસ ત્રણ ગણા (275%) થઇ ગયા છે.

ફેબ્રુઆરી મહિનામાં પેટ્રોલ-ડીઝલ રાજય અને કેન્દ્રને ચૂકવવા પડતા ટેકસ લગભગ 107 ટકા હતા, જે હવે વધીને 275 ટકાની નજીક આવી પહોંચ્યા છે. પેટ્રોલની બેઝિક પ્રાઇસ 18 રુપિયાના આસપાસ રહે છે. જેની પર 50 રુપિયા સુધીનો ટેકસ લાગે છે, જયારે પેટ્રોલ પંપ કિંમત 72 રુપિયાના આસપાસ છે.

મહાનગરોમાં પેટ્રોલની સરેરાંશ કિંમત 72 રુપિયા પ્રતિ લીટર છે, બેઝ પ્રાઇસ 18 રુપિયે પ્રતિ લીટર છે. Excise duty (ED) આશરે 33 રુપિયા અને Value Added Tax (VAT) 16 રુપિયા પ્રતિ લીટર છે. આ રીતે પેટ્રોલ પંર કિંમતનો આશરે 70 ટકા ભાગ તો માત્ર એકસાઇઝ ડ્યુટી અને વેટના રુપમાં છે. જે વિશ્વસ્તરે સૌથી વધારે લાગતા ટેકસ છે.

વિકસિત અર્થવ્યવસ્થાની સ્થિતિ જોઇએ તો અમેરિકામાં કુલ કિંમતની 18 ટકા, જાપાનમાં 47 ટકા, યૂકેમાં 62 ટકા અને ફ્રાન્સમાં 63 ટકા ભાવ ટેકસ રુપે લેવાય છે. Care Ratings એજન્સીના કહેવા મુજબ ભારતમાં ક્રૂડની કિંમતનો ફાયદો કયારે પણ દેશવાસીઓને નથી મળ્યો. એપ્રિલમાં ક્રૂડ ઓઇળનો ભાવ 20 ડોલર પ્રતિ બૈરલ હતો