17 ટકા વધું ઉત્પાદન આપતી તલની જાત જૂનાગઠના કૃષિ વિજ્ઞાનીએ વિકસાવી

ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ એક એવા તલની જાત તૈયાર કરી છે કે જે હાલની જાત કરતાં 16.62 ટકા વધું ઉત્પાદન આપે છે. હાલ ગુજરાત તલ 4 જાતના તલ એક કેહ્ટરે 866 કિલો ગ્રામ પેદા થાય છે. પણ નવી જાત ગુજરાત તલ 6 એવી જાત છે કે જે હેક્ટરે 1010 કિલો ગ્રામ ઉત્પાદન આપે છે, આમ એક હેક્ટર દીઠ 16.62 ટકા વધારે તલ આપી શકે છે.

તલ તેલનો કૂવો

સૌથી વધું રોમાંચ પેદા કરે એવી બાબત એ છે કે, ગુજરાત 6 તલમાં તેલનું પ્રમાણ 49.68 ટકા છે. એક હેક્ટર દીઠ 502 કિલો તેલ પેદા કરી શકાય છે. જે ગુજરાત તલ 4માં એક હેક્ટરે 427 કિલો તેલ મળતું હતું. આમ 17.60 ટકા તેલ વધું મળશે.

સફેદ અને મોટા દાળા મુખવાસ માટે સારા

વળી આ જાતના તલના દાણા એકદમ સફેદ છે અને મોટા કદના છે. તેથી ખાવામાં કે મુખવાસમાં તે વધારે ખપે તેમ છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના અમરેલીના સંશોધન વિજ્ઞાનીઓએ આ નવી જાત પેદા કરી બતાવી છે.

ચોમાસામાં સારો ઉતારો

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિજ્ઞીનઓએ આ જાતના તલ ઉગાડવા માટે ખેડૂતોને 2018ના ચોમાસામાં કેટલુંક બિયારણ આપ્યું હતું. જેમાં સફળતા મળી છે. તેથી આગામી ચોમાસામાં તલનું વાવેતર ગુજરાત તલ 6 ઉગાડે એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

કેટલું વાવેતર

ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સરેરાશ 1.34 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે 2017માં  1.11 લાખ અને 2018માં 78,341 હેક્ટર વાવેતર થયું હતું. જે સામાન્ય વાવેતર કરતાં માંડ 58.41 ટકા વાવેતર ગયા વર્ષે હતું. જે પાણી ન હોવાના કારણે આમ થયું હતું. હવે જો એક લાખ હેક્ટરમાં તલનું વાવેતર થાય તો 10 કરોડ કિલો તેલનું તેલ પેદા કરી શકાય છે. જે ગુજરાતના લોકોને સરેરાશ 1.25 કિલો તલનું તેલ વર્ષમાં મળી શકે. તલ પરથી જ તેલ શબ્દ આવ્યો છે. પહેલાં માત્ર તલનું તેલ જ ખાવામાં વપરાતું હતું. જે ગુણવ્તતામાં શ્રેષ્ઠ છે.

શું મહત્વ તલ કે તેલનું

તલનું તેલ વૃણ શુદ્ધ કરે છે. દાંત માટે શ્રેષ્ઠ છે. કફ કારક છે.