17 વર્ષ પછી સાબરમતી ટ્રેનમાં સળગી ગયેલા 52 લોકોના વારસદારોને સહાય, શું થયું હતું તે દિવસોમાં ?

ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાને આગ લગાડવાના બનેલ બનાવમાં મૃત્યપ પામેલા 59 હિન્દુ લોકોના વારસદારોને દરેકને રૂા.૫ લાખ લેખે  રૂા.૨૬૦ લાખની સહાય મુખ્ય મંત્રી રાહત ફંડમાથી ચુકવવામાં આવશે. 17 વર્ષ પછી આ સહાય ચૂંકવવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણી આવતી હોવાથી આ સહાય ચૂકવવામાં ઝડપ કરવામાં આવી છે. મૃત્યુ પામેલા હિશ્વ હિંદુ પરિષદના સભ્યો હતા. 25 ફેબ્રુઆરી 2002ના રોજ અયોધ્યાથી 2000થી વધુ કારસેવકો સાબરમતી એક્સપ્રેસમાં અમદાવાદ જવા નીકળ્યા હતા.
ગુજરાત વડી અદાલતના ક્રિમીનલ અપીલ નં. 556-2011માં 9 ઓક્ટોબર 2017ના ચુકાદાથી 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાને આગ લગાડવાના બનેલ બનાવમાં અયોધ્યામાં કારસેવા માટે ગયેલા 59 લોકોના મોત થયા હતા.

રાજ્ય સરકાર દ્વારા રૂ.5 લાખ તથા રેલ્વે મંત્રાલય દ્વારા રૂ. 5 લાખ ચુકવવાના થાય છે. જે અનુસાર રાજ્ય સરકારે તમામ મૃતકોના 52 વારસદારોને રૂ. પાંચ લાખ સહાય ચુકવવાનો નિર્ણય કર્યો છે.
ગોધરાના આ બનાવમાં કુલ 59 વ્યકિતઓ મૃત્યુ પામ્યા હતા. તે પૈકી કુલ ૫૨(બાવન) વ્યક્તિઓની ઓળખ થઇ છે અને ૭ વ્યક્તિઓની ઓળખ થઇ નથી. સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટીના હવાલે નાણાં મુકવામાં આવ્યા છે.
અસરગ્રસ્ત લાભાર્થીઓને સહાય પહોંચાડી શકાય તે માટે નીચેની વિગતોની સાથે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટીની ગુજરાત હાઇકોર્ટ કોમ્પલેક્ષમાં સંપર્ક સાધવાનો રહેશે. સાથે વ્યક્તિનું મરણ પ્રમાણપત્ર, વારસદાર અંગેના સરકારી આધાર પુરાવા, વારસદારનું ફોટા સાથેનું ઓળખપત્ર સહિતની વિગતો પણ રજુ કરવા રાજ્ય સરકાર દ્વારા જણાવાયું છે.

ગુજરાતનું રાજકારણ બલદી નાંખ્યું હતું

16 વર્ષ પહેલાં 2002માં એક એવી ઘટના બની જેણે ગુજરાતની ઓળખ દેશ-દુનિયામાં બદલી નાખી. સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને લાગેલી આગમાં 59 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદ ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતા. ઘટના બાદ ગુજરાતમાં નવા સામાજિક અને રાજકીય પરિમાણો જોવા મળ્યાં હતા. જેનાથી ભાજપ સરકાર ગુજરાતમાં કાયમી શાસન પર આવી હતી.

15 વર્ષે ચૂકાદો

આ ઘટનાના 15 વર્ષ સુધી ચાલેલા કાનૂની લડત બાદ ગુજરાત હાઇકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને જનમટીપમાં ફેરવી હતી, જ્યારે 20 આરોપીઓની આજીવન કેદની સજા યથાવત્ રાખી હતી. એસઆઈટીની સ્પેશિયલ કોર્ટે 2011માં પહેલી માર્ચે 31 લોકોને દોષી અને 63 લોકોને દોષમુક્ત જાહેર કર્યા હતા. તેમાંથી 11 દોષીઓને મોતની સજા સંભળાવાઈ હતી, જ્યારે 20ને આજીવન કેદ ફટકારાઈ હતી. 63 લોકોને નિર્દોષ છોડવા સીટ કોર્ટના ચુકાદાને પણ રાજ્ય સરકારે પણ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. 27 ફેબ્રુઆરી 2002ના રોજ જે સાબરમતી એક્સપ્રેસમાં આ ઘટના બની હતી, તેના બે કોચ ગોધરા રખાયા છે.  નિવૃત્ત ન્યાયધીશ જીટી નાણાવટી તથા અક્ષય મહેતાના પંચનાં તપાસ રિપોર્ટ મુજબ ટ્રેન સ્ટેશનથી રવાના થઈ, ત્યારે ટ્રેનની આપાતકાલીન સાંકળ ખેંચવામાં આવી હતી. અચાનક ભેગી થયેલી ભીડે ટ્રેન પર પથ્થરમારો કર્યો અને કેટલાક કોચમાં આગ લગાવી દીધી હતી.

સ્થાનિક હિંદુ અને મુસલમાન બન્ને સમુદાયના લોકો માને છે કે આ મામલે પૂર્ણ સત્ય બહાર નથી આવ્યું.

ગુજરાતમાં શું બન્યું હતું

28 ફેબ્રુઆરી 2002 : અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં પર બપોર બાદ ટોળાએ કરેલા હુમલામાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી માર્યા ગયા. અન્ય 31 લોકો લાપત્તા થયાં, જેમને બાદમાં મૃત માની લેવામાં આવ્યા હતા.

22 મે-2002 : તપાસ એજન્સીએ પહેલું આરોપનામું દાખલ કર્યું, 19 ડિસેમ્બર.-2002 : બીજું પ્રાથમિક આરોપનામું દાખલ કરવામાં આવ્યું.

3 માર્ચ-2003 : સુનાવણી હાથ ધરવા વિશેષ POTA (પોટા) કોર્ટ રચવામાં આવી.

16 એપ્રિલ-2003 : ત્રીજું પ્રાથમિક આરોપનામું દાખલ કરાયું. જેમાં આરોપીઓ પર POTA હેઠળના ગુના લગાવવામાં આવ્યા.

21 નવેમ્બર-2003 : સુપ્રીમ કોર્ટે ગોધરાકાંડ કેસ સહિત 2002 રમખાણોના નવ કેસની તપાસ પર રોક લગાવી.

સપ્ટેમ્બર-2004 : પોટા કોર્ટની સમીક્ષા સમિતિ ગુજરાત આવી.

16 મે-2005 : પોટા કોર્ટની સમીક્ષા સમિતિએ અભિપ્રાય આપ્યો.

એપ્રિલ-2008 : સર્વોચ્ચ અદાલતે તપાસ પર લગાવેલી રોક હટાવી લીધી અને કેસમાં તપાસ માટે સીબીઆઈના ભૂતપૂર્વ વડા આર.કે રાઘવનની અધ્યક્ષતામાં વિશેષ તપાસ ટીમ રચવામાં આવી.

12 ફેબ્રુઆરી-2009 : ગુજરાત હાઈકોર્ટે ગોધરાકાંડ કેસમાં તમામ આરોપીઓ સામેના POTA (પોટા) કેનૂન હેઠળના ગુના રદ કરી દીધા.

એપ્રિલ-2009 : સર્વોચ્ચ અદાલતે ગોધરાકાંડ કેસ સહિત 2002 રમખાણોના નવ કેસ માટે વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટો રચવા આદેશ આપ્યો. ગોધરાકાંડ કેસની સુનાવણી માટે એડિશનલ સેશન જજ પી.આર.પટેલની નિમણૂક કરાઈ.

જૂન-2009 : ગોધરાકાંડ કેસમાં વિશેષ અદાલતે સુનાવણી શરૂ કરી.

30 મે-2010 : ટ્રાયલ કોર્ટના જજે ગોધરા રેલવે સ્ટેશન પાસે ઘટનાસ્થળની મુલાકાત લીધી.

28 સપ્ટેમ્બર-2010 : ટ્રાયલ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો.

24 જાન્યુઆરી-2011 : ગોધરાકાંડ કેસના ચુકાદા માટે 19 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી. જો કે બાદમાં તે 22 ફેબ્રુઆરી કરવામાં આવી.

25 જાન્યુઆરી-2011 : ગોધરાકાંડ કેસના ચુકાદા પર રોક માટે સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો.

22 ફેબ્રુઆરી-2011 : અમદાવાદની વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલતે ગોધરાકાંડ કેસમાં 31ને દોષિત ઠેરવ્યા જ્યારે 63ને નિર્દોષ જાહેર કર્યા.

09 ઑક્ટોબર-2017 : ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી, 20 આરોપીઓને ટ્રાયલ કોર્ટે આપેલી સજા યથાવત રાખવામાં આવી. તેમજ 63 આરોપીઓને નિર્દોષ ઠેરવતા ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટે યથાવત રાખ્યો હતો.