18 વર્ષની પુત્રી પર બળાત્કાર ગુજારનાર સાવકા પિતાના જામીન કોર્ટે નામંજુર કર્યા

અમદાવાદ: 26

જુહાપુરા વિસ્તારમાં 18 વર્ષની પુત્રી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં સાવકા પિતાના જામીન અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધા છે. આરોપીએ તેની પત્ની જ્યારે અજમેર શરીફ દરગાહ પર દર્શન કરવા ગઈ ત્યારે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં વેજલપુર પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી જેલમાં મોકલ્યો હતો.

બનાવની વિગત એવી છે કે ફતેહવાડી વિસ્તારમાં શોએબે (નામ બદલ્યું છે) બીજા લગ્ન કર્યા હતા. બીજી પત્નીને તેના પહેલા પતિથી એક પુત્રી છે હાલમાં જેની ઉંમર 18 વર્ષ છે. ગત મહિને જ્યારે પહેલા શોએબની પત્ની અજમેર શરીફ દરગાહ પર દર્શન કરવા ગઈ હતી. પિતા અને પુત્રી ઘરે એકલા હતા. જેનો લાભ લઇ શોએબે સાવકી પુત્રી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. થોડા દિવસ બાદ યુવતીએ તેની સાથે થયેલી આ ઘટના બાબતે તેની માતાને વાત કરી હતી. વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સાવકા પિતાની ધરપકડ કરી હતી. શોએબે જામીન માટે મિરઝાપુર કોર્ટમાં અરજી કરતા કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી.