18 હજાર કરોડ કમાવી આપતું પશ્ચિમ રેલવે, છતાં મોદીનો અન્યાય

અમદાવાદ – મુંબઇ વચ્ચે ૧૮૬૦ – ૬૪માં રેલવે લાઇન બની હતી. ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન  અમદાવાદ છે. ઉતરાણ-અંકલેશ્વર રેલવે સ્ટેશન વચ્ચે ગુજરાતમાં પ્રથમ રેલવે શરૂ થઈ હતી. રોજના મુસાફરો (લાખમાં) સબર્બન: 34.74, નોન સબર્બન: 9.21, કુલ : 43.95 મુસાફરો મુસાફરી કરે છે.

આવક (કરોડ રૂપીયામાં) – વર્ષ 2018-19માં આવકમાં મુસાફરોની ટિકિટ રૂ.5030.04, કોચિંગ રૂ.515.42, માલ ગાડી (ગુડ્સ) રૂ.11856.36, પરચૂરણ (અન્ય) રૂ.797.18 અને કુલ આવક : રૂ. 18199 કરોડ થઈ હતી.