1993ની નર્મદા પરની વાત હવે સાચી પડી

1993માં જયંત પાટીલ સમિતિએ પોતાના અહેવાલમાં જાહેર કર્યું હતું કે વાસ્તવમાં પાણીનું વહેંણ 280 લાખ એકર ફૂટ થી ઘટીને 230 લાખ એકર ફૂટ રહી ગયું છે. ત્યારે મધ્ય પ્રદેશ સરકારે ડેમની ઉંચાઈ ઘટાડવાની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. કેમકે વિસ્થાપિતોને ખેતીલાયક જમીનો ફાળવી શકે તેમ નથી. 40 વરસ પહેલા યોજના બની ત્યારે નર્મદામાં પાણીની જે આવક હતી તે તો 20 વર્ષમાં જ ઘટી ગઈ હતી. પણ ગુજરાતની ભાજપની નરેન્દ્ર મોદી સરકારે એ વાત 13 વર્ષ છૂપાવી છે.

આસપાસ વિનાશ

માટી અને કાંપને વીજ ઉત્પાદન ઉપર થઈ છેનજરે ન ચડે એવી સૌથી મોટી અને ગંભીર સમસ્યા પુરના કારણે ઊંચા જતા જળસ્તર( બેકવોટર)ની બની છે. નર્મદામાં ભળતી નાની નદીઓ પોતાનો કિનારો તોડી આસપાસના ખેતરોરહેઠાણો અને રસ્તાઓ પર વિનાશ વેરી રહ્યા છે. કારણ કે નર્મદાની ખીણ બંને તરફથી પહાડોથી ઘેરાએલી છે અને સાંકડી છે. એમાં ઠેર ઠેર ભળતી સહાયક નદીઓના પાણીના સ્તરમાં થતો વધારો ડરાવનારો છે.