1996માં જેટલાં કર્મચારીઓ હતા એટલા આજે છે

વર્ષ ૨૦૧૯માં રાજ્‍ય સરકારના કર્મચારીઓની સંખ્‍યા ૫,૪૫,૭૬૭ જેટલી છે, તેમાંથી ૪૪,૩૮૩ કર્મચારીઓ ફીક્‍સ પગારથી, આઉટ સોર્સીંગથી અને કરાર આધારિત છે એટલે સરકારના ફુલ પગારના કર્મચારીની સંખ્‍યા ૫,૦૧,૩૮૪ છે. ૧૯૯૬માં કોંગ્રેસની સરકાર હતી ત્‍યારે રાજ્‍યમાં કર્મચારીઓની સંખ્‍યા ૫,૧૧,૦૦૦ની હતી અને ત્‍યારે ગુજરાતની વસ્‍તી અંદાજે ૩ કરોડ જેટલી હતી. આજે વસ્‍તી ૬ કરોડ થઈ છે ત્‍યારે કર્મચારી ૧૦ લાખ થવા જોઈએ તેના બદલે ફક્‍ત ૫,૦૧,૩૮૪ કર્મચારી જ છે. ગુજરાતની ભાજપ સરકાર યુવાનોને રોજગારી આપવામાં નિષ્‍ફળ નીવડી છે. સરકાર પાસે ભરતી કરવાના આંકડા છે પણ નિવૃત્તિના આંકડા છુપાવીને ભાજપ સરકાર પોતાની નિષ્‍ફળતાને ઢાંકવા ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરે છે. તેમ ધારાસભ્ય અમિત ચાવડાએ વિધાનસભામાં જણાવ્યું હતું.